નવજીવન ન્યૂઝ. નર્મદા: સલામત સવારી એસ.ટી. અમારી સ્લોગનથી ઓળખાતી એસ.ટી. હાઇવે પર અસલામત બની છે. એસ.ટી. બસના કેટલાક ડ્રાઇવરો હાઇવે પર બેફામગતિએ બસ હંકારી પોતાની સાથે મુસાફરોના જીવન પણ જોખમ મૂકતા હોય છે. ત્યારે આવી જ ઘટના નર્મદા (Narmada) જિલ્લામાં બની છે. જ્યાં એસ.ટી. બસ (ST Bus) ચાલકે પૂરઝડપે બસ ચલાવતા સમયે કાબૂ ગુમાવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં (Accident) સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી. પરંતુ બસ ચાલક સહિત 10 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા. હાલ મુસાફરોની સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સાંજે 5 વાગ્યાના અરસામાં એસ.ટી. બસ નર્મદા જિલ્લાના હાઇવે (Narmada Highway) પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસે ટ્રકની ઓવરટેક કરવા દરમિયાન અચાનક કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસ આગળ ચાલી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બસ ચાલક સહિત બસમાં સવાર 10 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતના પગલે હાઈવે પરથી પસાર થઈ રહેલા લોકો પણ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એમ્બયુલેન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઇ નથી. પરંતુ અકસ્માત ભયંકર હોવાથી બસ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે અકસ્માતના કારણે હાઈવે પર થયેલા ટ્રાફિકજામને હટાવવાની શરૂઆત કરી હતી. તેમજ બસ અને ટ્રકને ક્રેઈન મદદથી હાઇવે પરથી દૂર કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796