નવજીવન ન્યૂઝ.અમદાવાદ: Gujarat Conman Kiran Patel: મહાઠગ (Thug)કિરણ પટેલનાં (Kiran Patel) ઠગાઈ પ્રકરણો અટકવાનું નામ જ લેતાં નથી, દિવસને દિવસે તેના નવાં નવાં કારસ્તાન ખૂલી રહ્યાં છે. નકલી PMO અધિકારી (Fake PMO Officer) તરીકેની ઓળખ આપી, દેશભરમાં ઠગાઈ અચારનારા મહાઠગ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં નારોલના એક વેપારીએ અમદાવાદ ક્રાઇમબ્રાંચને (Ahmedabad Crime Branch)જણાવ્યું છે કે, તેની પાસેથી જમીનનો દસ્તાવેજ કરી આપવાનું કહીને કિરણે 80 લાખ રૂપિયા પડાવી લીધા છે. કબુતરબાજ કિરણની ઠગાઈનો ભોગ બનેલા વેપારીઓ પૈકી એક પછી એક ફરિયાદો વધતી જ જાય છે. જેના કારણે કિરણ પટેલ પર તંત્રનો સકંજો મજબૂત થઈ રહ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં zપ્લસ સિક્યોરિટી મેળવીને VIP હોટેલ્સમાં રહેતા અને PMO અધિકારી તરીકે રૂઆબ જમાવીને તંત્રને ચૂનો લગાડનારો ‘મહાઠગ’ કિરણ પટેલ હાલ અમદાવાદ ક્રાઇમબ્રાંચનો મહેમાન છે. તેને જમ્મુ કાશ્મીરથી ટ્રાંસફર વૉરંટના આધારે અમદાવાદ લાવીને અહીં 8 એપ્રિલના રોજ તેને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચવાડાનો ‘જગદીશપુરમ’ બંગલો પચાવી પડવાના મામલે 13 એપ્રિલ સુધી તેના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
થોડાક દિવસ અગાઉ પણ તેના વિરુદ્ધ બીજી એક ફરિયાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં નોંધાઈ હતી. જેમાં ઇવેન્ટ મેજન્મેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હાર્દિક ચંદારાણાએ કિરણ પટેલ વિરુદ્ધ 3.91 લાખની છેંતરપિંડી આચરી હોવાનું જણાવ્યું હતું, જેના અધારે કોર્ટે 18 એપ્રિલ સુધી તેના રિમાન્ડ ફરી મંજૂર કર્યા હતા.
પરંતુ તેના રિમાન્ડ આજે 18 એપ્રિલે પૂરા થાય એ પહેલાં જ એના વિરુદ્ધ વધુ એક ફરિયાદ ક્રાઇમબ્રાંચમાં નોંધાઈ છે. જોકે, અત્યારે એને મેટ્રોકોર્ટમાં લઈ જવામાં આવશે અને નવી ફરિયાદ બાબતે તપાસ કરવા ક્રાઇમબ્રાંચ રિમાન્ડ પણ માગી શકે છે. જેથી કદાચ એનું ક્રાઇમબ્રાંચમાં રોકાણ લંબાઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કિરણ પટેલ વિરુદ્ધ અત્યાર સુધી નોંધાયોલી કુલ સાત ફરિયાદ પૈકી અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં આ ત્રીજી ફરિયાદ છે. અમદાવાદ નારોલમાં કંસ્ટ્રક્શનનું કામ કરતા વેપારી ઉપેન્દ્રસિંહ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, કિરણ પટેલે PMOના એડશિનલ ડાયરેક્ટર તરીકેની ખોટી ઓળખ આપીને વેપારીને વિશ્વાસમાં લીધો હતો. નારોલમાં એક જમીન વેચીને તેને દસ્તાવેજ ન બનાવીને 80 લાખ પડાવ્યા હતા. જોકે વેપારીની આ ફરિયાદની તપાસ હાલ ક્રાઇમબ્રાંચ કરી રહી છે.
મોટા મોટા નેતાઓ, IAS જેવા ‘ભણેલા’ અધિકારીઓ સહિત અનેક લોકોને મૂર્ખ બનાવી લોકો પાસેથી કરોડો રૂપિયાની આંચકી લેનારા ‘કબૂતરબાજ’ કિરણ પટેલના કેસમાં નવાનવા ફણંગાઓ ફૂટી રહ્યા છે. જોકે કોઈ પણ અધિકારી કે રાજકીય નેતાએ તેના વિરુદ્ઘ ફરિયાદ કરી હોય, એવો એકેય કિસ્સો સામે આવ્યો નથી. કદાચ આગામી દિવસોમાં સામે આવે તો નવાઈ નહીં. પરંતુ લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ‘લાલો લાભ વગર લોટાય નહીં, એ ન્યાયે કેટલાય લોકો પોતાની લાલચ સંતોષવા કિરણ પટેલની જાળમાં ફસાયા તો હશે જ, પરંતુ જાહેરમાં કપડાં ઉતરી જવાની બીકે, બહાર આવવાનું ટાળી રહ્યા હોય. એવી પણ શક્યતા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








