નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ શનિવારે આવતા વર્ષે મુંબઈમાં આઇઓસીના સત્રની યજમાનીનો અધિકાર ભારતને સોંપ્યો છે. સમિતિમાં ભારતના પ્રતિનિધિ નીતા અંબાણીએ તેને દેશની ઓલિમ્પિક મહત્વાકાંક્ષાઓ તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. ભારત ૧૯૮૩ પછી પ્રથમ વખત આ સિઝનની યજમાની કરશે. આ સત્ર નવા અને આધુનિક જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. પ્રક્રિયા દરમિયાન મતદાનમાં ભાગ લેનારા પ્રતિનિધિઓ તરફથી ભારતને તેની બોલીની તરફેણમાં ઐતિહાસિક ૯૯ ટકા મત મળ્યા હતા. બીજિંગમાં સત્ર દરમિયાન 75 સભ્યોએ ભારતની દાવેદારીનું સમર્થન કર્યું હતું.
આઇઓસીનું સત્ર આઇઓસીના સભ્યોની વાર્ષિક બેઠક છે, જેમાં ૧૦૧ મતદાન સભ્યો અને ૪૫ માનદ સભ્યોનો સમાવેશ થાય છે. સત્ર દરમિયાન ઓલિમ્પિક ચાર્ટરમાં સુધારો કરવો કે તેને અપનાવવો, આઇઓસીના સભ્યો અને પદાધિકારીઓની ચૂંટણી અને ઓલિમ્પિક યજમાન શહેરની ચૂંટણી સહિતની વૈશ્વિક ઓલિમ્પિક ઝુંબેશની મહત્વની પ્રવૃત્તિઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવે છે અને નિર્ણય લેવામાં આવે છે.
ભારતમાંથી આઇઓસીના સભ્ય તરીકે ચૂંટાયેલી પ્રથમ મહિલા નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “ઓલિમ્પિક અભિયાન 40 વર્ષની રાહ જોયા બાદ ભારત પરત ફર્યું છે. 2023માં મુંબઈમાં આઈઓસી સત્રની યજમાનીનું સન્માન ભારતને સોંપવા બદલ હું આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની ખરેખર આભારી છું, તેમણે કહ્યું કે, “ભારતની ઓલિમ્પિક મહત્વાકાંક્ષા માટે આ એક મહત્વપૂર્ણ પગલું હશે અને ભારતીય રમત માટે નવા યુગની શરૂઆત કરશે.”
ભારતીય પ્રતિનિધિમંડળમાં નીતા અંબાણી ઉપરાંત ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ નરિન્દર બત્રા, ખેલ મંત્રી અનુરાગ ઠાકુર અને ભારતના સૌપ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ અભિનવ બિન્દ્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું અધિવેશન યોજાશે તે વાત બહાર આવ્યા બાદ સચિન તેંડુલકરે પણ ટ્વીટ કરીને આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. સચિને લખ્યું, “અભિનંદન @WeAreTeamIndia, આપણાં બધા માટે ઉજવણી કરવા માટે એક ગર્વની ક્ષણ.”
Congratulations @WeAreTeamIndia, a proud moment for all of us to celebrate.#IOCSessionMumbai2023 #OlympicsInIndia pic.twitter.com/KCQ6Hdx4cK
— Sachin Tendulkar (@sachin_rt) February 19, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












