નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરત કોર્પોરેશનના બજેટ બોર્ડની બેઠક વખતે ભાજપ અને સુરતના વિપક્ષ આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. દરમિયાન આમ આદમી પાર્ટીના 5 સભ્યોને સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય કરવામાં આવતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ દરમિયાન એક આપ નેતા રાકેશ હિરપરા પણ હતા જેઓનો આ વીડિયો છે. વીડિયો અહેવાલના અંતે દર્શાવાયો છે.
આ વીડિયોમાં ભાજપના નેતાઓ સામે હિરપરા જાણે તેમને ખિજવતા હોય તેવા ચેનચાળા કરે છે જેને કારણે આ વીડિયો અત્યંત હાસ્યાસ્પદ બની જાય છે. આ વીડિયો જોયા પછી એવું લાગી રહ્યું હતું કે તેઓ ભાજપના નેતાઓને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આવા ચાળા પછી નેતાઓ ઉશ્કેરાય તેવા વર્તનનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં જીભ કાઢી એક અજીબ નૃત્ય સાથે હે,..હે… હે… હે… બોલ્યા હતા જોકે ભાજપના નેતાનો દાવો છે કે તેઓ અપશબ્દો બોલ્યા હતા. ઘટના પછી ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે નિવેદન આપ્યું હતું.
વ્રજેશ ઉનડકટે આ સંદર્ભમાં કહ્યું હતું કે, મારી પાસે સમગ્ર ઘટનાનો ચારથી પાંચ મીનિટનો વીડિયો છે. રાકેશ હિરપરા શિક્ષણ સમિતિના સભ્ય છે બજેટ વખતે તો તેમને ત્યાં હાજર રહેવાની પણ છૂટ નથી તો પણ ત્યાં હતા. ભાજપના નેતાઓએ કોઈ અયોગ્ય શબ્દો વાપર્યા નથી જો કોઈ બોલ્યું હોય તો હું હમણાં જ રાજીનામું આપવા તૈયાર છું. આ પ્રકારની હરકતો અચાનક બહાર આવી કરવા લાગ્યા હતા. તમામ લોકો તેમના પર હસતા હતા. આપના સભ્યો જો આવા વાંદરાવેડા કરે તો અન્ય શિક્ષણ સમાજમાં શું અસર થશે. માત્ર નૌટંકી કરવા, અપશબ્દો તે યોગ્ય નથી. સામાન્ય સભામાં પણ તેઓ આવું વર્તન કરતા હોય તે વખતે મીડિયા પણ હાજર હોય છે. જોકે હિરપરાએ આ દરમિયાન ભાજપના નેતાઓના આક્ષેપોનું ખંડન કર્યું હતું.
'AAP' तो बडे जोकर निकले
सुरत कोर्पोरेशन में हुई बेठक में सत्ता ओर विपक्ष के बीच हुई बवाल
बीजेपी के साथ बवाल पर आप नेता राकेश हीरपरा ने कि ऐसी हरकते @AamAadmiParty @BJP4India #Gujarat #BJP #AAP #Surat pic.twitter.com/NtL5e325Wp
— Prakash Patel 🇮🇳 (News18 gujarati) (@Prakash4428) February 19, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












