Monday, June 29, 2026
HomeGujaratમાલપુર: મહીયાપુરમાં નવદંપતિએ ગામ, શાળા, તેમજ આંગણવાડીના બાળકોને ભોજન પીરસ્યું

માલપુર: મહીયાપુરમાં નવદંપતિએ ગામ, શાળા, તેમજ આંગણવાડીના બાળકોને ભોજન પીરસ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.માલપુરઃ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષણ આપતી સંસ્થાના પ્રમુખ સંચાલક અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સદસ્યના નાના પુત્રએ લગ્ન બાદ નવદંપતિએ મહીયાપુર ગામના, શાળાના તેમજ આંગણવાડીના બાળકોને ભોજન પીરસી સાથે ભોજન કરી એક નવો ચીલો ચીતરવાનો પ્રયાસ કર્યો છે. નાના બાળકો ઇશ્વર સમાન હોય છે તેવી ભાવના સાથે કોઈપણ પ્રકારની જ્ઞાતિ જાતિ કે ઊંચનીચના ભેદભાવ વગર સાથે ભોજન લઈ એક નવો રાહ સમાજમાં ચિંધ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર માલપુર તાલુકામાં એમ ડી પટેલ શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી શિક્ષણ આપતી સંસ્થાના પ્રમુખ સંચાલક અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સદસ્ય મહેશભાઈ ડી પટેલના નાના પુત્ર રાધેના લગ્ન ગત રોજ બીજલ પટેલ સાથે યોજવામાં આવ્યા હતા. જેમના તરફથી મહીયાપુર ગામના નાના બાળકો સ્કૂલ તેમજ આંગણવાડી તેમજ ગામના તમામ બાળકોને આજે ભોજન પ્રસાદી પીરસી તેમની સાથે ભોજન લીધું હતું. નાના બાળકો ઇશ્વર સમાન હોય છે તેવી ભાવના સાથે કોઈપણ પ્રકારની જ્ઞાતિ જાતિ કે ઊંચનીચના ભેદભાવ વગર સાથે ભોજન લઈ એક નવો રાહ સમાજમાં ચિંધ્યો હતો. નાના બાળકોમાં અનેરો આનંદ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular