Wednesday, December 11, 2024
HomeGujaratSuratનો ડ્રગ્સ ઈન સુરત કેમ્પેન: 8 કિલો ચરસ સાથે બે નેપાળી યુવકોની...

નો ડ્રગ્સ ઈન સુરત કેમ્પેન: 8 કિલો ચરસ સાથે બે નેપાળી યુવકોની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: ગુજરાતમાં પોલીસ ચરસ-ગાંજાની હેરાફેરી (Drug trafficking) ડામવા સતત મથી રહી છે. યુવાધન નશાના રવાડે ચઢી ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે. ડ્રગ્સ પેડલરો સતત યેન કેન પ્રકારે ચરસ-ગાંજા જેવા નશીલા પદાર્થો ગુજરાતમાં પહોંચાડે છે, ત્યારે સુરતમાં પોલીસે (Surat Police) ચરસ સાથે બે નેપાળી યુવકોને ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરત જેવા મહાનગરોમાં ચરસ-ગાંજા જેવા નશીલા પદાર્થોનું સેવન દિન પ્રતિદિન વધી રહ્યું છે. એવામાં સુરતમાં “નો ડ્રગ્સ ઈન સુરત કેમ્પેન” પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. સુરતની સારોલી પોલીસને બાતમી મળી કે, બે નેપાળી યુવકો ચરસ જેવા નશીલા પદાર્થો સપ્લાય કરી રહ્યા છે. પોલીસને મળેલી બાતમીને આધારે સારોલી ચેક પોસ્ટ પાસેથી બે નેપાળી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

- Advertisement -

આરોપીઓ પાસેથી 8 કિલો જેટલું ચરસ જપ્ત કરવામાં આવ્યું હતું. 11 લાખ જેટલી રકમનું ચરસ પોલીસે આરોપી પાસેથી જપ્ત કર્યું છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપીઓ સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા મહાનગરોમાં ચરસ સપ્લાય કરતા હતા. પોલીસે બંને નેપાળી આરોપીઓની ધરપક કરી આરોપીઓ સામે NDPS મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે આરોપીઓની પૂછપરછમાં બીજા પણ નામ સામે આવી શકે છે. તેઓ કેટલા સમયથી ચરસની હેરફેરી કરતા હતા, કોને મોકલતા હતા વગેરે સવાલોના જવાબો પરથી બીજા આરોપીઓ પણ પોલીસના સકંજામાં આવશે તેવી શક્યતા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular