Monday, January 20, 2025
HomeGujaratરેતી ભરેલી ટ્રક નીચે કાર ઘૂસી જતાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે મૃત્યુ

રેતી ભરેલી ટ્રક નીચે કાર ઘૂસી જતાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બોરસદ: ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે, આ એક એવી ઉક્તિ છે જે દરેક વ્યક્તિને લાગુ પડે છે. આજે બધાની વચ્ચે હરતો ફરતો માણસ કાલે બધાની વચ્ચે હશે કે કેમ તે વાતની કોઈ ખાતરી નથી. અકસ્માતો (Road Accident) ગમે ત્યારે થાય છે અને અનેક લોકો મોતને ભેટે છે, ત્યારે બોરસદમાં (Borsad) કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં (Car Accident) ત્રણ યુવકોના મૃત્યુ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે બોરસદના ઝારોલા પાસે કાર અને રેતી ભરેલા ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. રેતી ભરેલી ટ્રક ધડાકાભેર કાર સાથે અથડાઇ હતી. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં કાર ટ્રક નીચે ઘૂસી ગઈ હતી. કારમાં જંત્રાલના ત્રણ યુવકો બેઠેલા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં બેઠેલા ત્રણેય યુવકો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા.

- Advertisement -

રેતી ભરેલી આખી ટ્રક કાર પર આવી જતાં કારમાં બેઠેલા ત્રણ યુવકોને JCBથી કારના પાતરા ઊંચા કરી બહાર કાઢવામાં આવ્યા હતા. કારમાંથી યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં ત્રણ કલાક જેટલી જહેમત ઉઠાવવી પડી હતી. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાં સવાર ત્રણેય યુવકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular