નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં અને દેશમાં કોરોનાની ત્રીજી લહેર હોવી શાંત થઈ ગઈ છે. ત્યારે હવે ગુજરાતમાં 25 ફેબ્રુઆરીએ કોવિડ ગાઈડલાઈન માટેની જૂની SOP પૂર્ણ થઈ રહી છે. જેના અનુસંધાનમાં આજે ગૃહ વિભાગ દ્વારા કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને નવી SOP જાહેર કરવામાં આવી છે. નવી SOP મુજબ અમદાવાદ અને વડોદરામાં રાત્રી કરફ્યુ અને અન્ય નિયંત્રણોમાં છુટછાટ આપવામાં આવી છે.
અગાઉ કોરોનાની સ્થિતિ વકરવાના કારણે સમગ્ર રાજ્યના શહેરોમાં રાત્રી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ધીમે ધીમે અલગ અલગ શહેરોમાં છૂટ આપવામાં આવી હતી હવે અમદાવાદ અને વડોદરા જેવા મહાનગરોમાં પણ રાત્રી કરફ્યુ માંથી મુક્તિ આપવામાં આવી છે. વેપારીઓને થતું નુકશાન અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
નવી SOP 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી અમલમાં રહેશે. આ SOP મુજબ હોટેલ અને રેસ્ટોરન્ટમાં હોમ ડિલિવરી આખી રાત ચલાવી શકશે. તેમજ લગ્ન માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય નથી, પરંતુ તમામ પ્રકારના રાજકીય, શૈક્ષણિક, સામાજીક (લગ્ન સહિત), ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમત ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં-ખુલ્લા સ્થળોમાં ક્ષમતાના મહત્તમ ૭૫% વ્યકિતઓ અને બંધ સ્થળોએ ક્ષમતાના મહત્તમ ૫૦%ની મર્યાદામાં વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. આ ઉપરાંત તમામ આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને વેકસીનના 2 ડોઝ લીધા હોવા ફરજિયાત છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












