Wednesday, August 26, 2026
HomeGeneralકેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગનો મહત્વનો નિર્ણય, હવે નાગરિકોએ પાણીના પણ પૈસા...

કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગનો મહત્વનો નિર્ણય, હવે નાગરિકોએ પાણીના પણ પૈસા ચૂકવવા પડશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કેન્દ્ર સરકારના જળ સંપતિ વિભાગ દ્વારા આજે મહત્વના નિર્ણયની જાહેરાત કરવાં આવી છે. જેમાં જળ સંપતિ વિભાગે જણાવ્યું છે કે, હવેથી ઘરેલું કે કોમર્શિયલ વપરાશ માટેના બોરવેલ બનાવવા માટેની મંજૂરી લેવી પડશે. કેન્દ્ર સરકારની બોરવેલ માટેની આ મંજૂરી લેવા માટે નાગરિકોને રૂપિયા 10 હજારનો ખર્ચ પણ થશે. કારણ કે મંજૂરી મેળવવા માટે સરકાર પાસેથી ચાર્જ પેટે રૂપિય 10 હજાર ભરી NOC લેવાની રહેશે.

આ નિર્ણયના કારણે આગામી સમયમાં મકાન, એપાર્ટમેન્ટ, સોસાયટીઓ, જળવિતરણ એજન્સી કે ઔદ્યોગિક એકમ તેમજ સ્વિમિંગ પુલના ઉપયોગ માટે બોરવેલથી પાણી મેળવનાર તમામને અસર થશે. અત્યાર સુધી નાગરિકોએ રાંધણ ગેસ અને વીજળી માટે તો પૈસા ચુકવ્યા જ છે પણ હવે પાણી માટે પણ નાગરિકોને કેન્દ્ર સરકારની NOC અને મંજૂરીની જરૂર પડશે અને તેના પૈસા ચૂકવવા પડશે.

- Advertisement -

આ નિર્યણમાં શહેર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારો બંનેને આવરી લેવાયા છે. તેમજ અગાઉથી જ બોરવેલ ધરાવતા લોકોને પણ મંજૂરી મેળવવી પડશે, પરંતુ બોરવેલ વગર પાણીનો ઉપયોગ કરતા લોકોને NOCની જરૂર રહેશે નહીં. મહત્વની વાત છે કે સરકારની આ નવી પોલીસીમાં સિંચાઈના પાણીનો ઉપયોગ કરવા વપરાતા બોરવેલ બાકાત રહેશે. ટૂંકમાં સિંચાઇ માટેના બોરવેલને મુક્તિ મળશે. સરકારના જળ સંપતિ વિભાગે લીધેલા નિર્ણયને વહેલી તકે લાગુ કરી અમલવારી થાય તેવા પ્રયાસો કરાવામાં આવશે તેવા અહેવાલો મળી રહ્યાં છે. નોંધનીય છે કે, જળ સંપતિ વિભાગે આ માટે તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં બોરવેલ ઉપયોગ માટે અરજી કરવાની રહેશે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular