Thursday, May 14, 2026
HomeGujaratAhmedabadAhmedabad : NEET પેપર લીક મામલે AAP નું વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થી નેતાઓની...

Ahmedabad : NEET પેપર લીક મામલે AAP નું વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થી નેતાઓની ટીંગાટોળી કરી પોલીસ વાનમાં પૂર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : નીટ-યુજી પેપર લીક (NEET-UG paper leak) મામલામાં 14 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ડૉક્ટર બનવા માગતા 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાના પ્રકરણમાં CBI એ ફરિયાદ નોંધી છે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ તમામ બાબતોની વચ્ચે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતાઓએ અમદાવાદમાં નીટ પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન (AAP Protests in Ahmedabad over NEET paper leak) યોજી પ્લે કાર્ડ દર્શાવ્યા હતા. જો કે, પોલીસે વિદ્યાર્થી નેતાઓની ટીંગાટોળી કરી પોલીસ વાનમાં ભરી પ્રદર્શન સ્થળેથી દૂર લઈ ગયા હતા.

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ એએસએપી (Association of Students for Alternative Politics) એ આજે ગુરૂવારના રોજ વિરોધ પ્રદર્શન કર્યું હતું. AAP ના વિદ્યાર્થી નેતા ધાર્મિક માથુકીયા, યાત્રિક પટેલ, તીર્થ શ્રીમાળી સહિત મોટી સંખ્યામાં એકઠાં થયેલાં વિદ્યાર્થીઓએ પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સમયે પોલીસે વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરવાની શરૂઆત કરતા ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, વિદ્યાર્થીઓના હક માટે થઈ રહેલાં પ્રદર્શનને કચડી નાંખવાની કોશિષ થઈ હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular