નવજીવન ન્યૂઝ. બુડાપેસ્ટ: વિશ્વ કક્ષાએ ભારત ઐતિહાસિક સોપાનો સર કરી રહ્યું છે, ત્યારે સમગ્ર દેશ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. બુડાપેસ્ટ (Budapest) ખાતે યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં (World Athletics Championship 2023) ભાલા ફેંકમાં (Javelin Throw) 88.17 મીટર સાથે પ્રથમ નંબરે રહી નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને (Neeraj Chopra wins gold medal) એક નવો ઇતિહાસ રચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બુડાપેસ્ટ ખાતે યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ પ્રથમ પ્રયાસમાં ફાઉલ સાથે શરૂઆત કરી હતી. નિષ્ફળ પ્રયાસ બાદ નીરજ ચોપરાએ બીજા પ્રયાસમાં 88.17 મીટર સાથે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો હતો. વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ 1983થી યોજાઈ રહી છે. જેમાં પ્રથમવાર કોઈ ભારતીય એથ્લિટને ગોલ્ડ મેળવવામાં સફળતા મળી છે. ભારતીય એથ્લિટ નીરજ ચોપરાની પાકિસ્તાની એથલીટ અરશદ નદીમ સાથે હરીફાઈ ચાલી હતી. અંતમાં 87.82 મીટર સાથે અરશદ નદીમ બીજા નંબરે રહી સિલ્વર જીતવામાં સફળ રહ્યો હતો. નીરજ ચોપરાએ ગત વર્ષે યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં બીજા નંબરે રહી સિલ્વર જીત્યો હતો.
નીરજ એકસાથે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ બંને ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લિટ બન્યા છે. તેમણે 2021 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. ભારત વર્ષ 1900થી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે, પરંતુ નીરજ પહેલાં, કોઈ પણ ભારતીયએ ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સમાં કોઈ પણ મેડલ જીત્યો ન હતો. નીરજ પહેલા મિલ્ખા સિંહ અને પીટી ઉષાનું અલગ-અલગ ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેવું ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.
વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ ઐતિહાસિક ગોલ્ડ પ્રાપ્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ચેમ્પિયન એથ્લિટ નીરજ ચોપરાના સમર્પણ, ધીરજ અને ચોકસાઈને બિરદાવ્યાં હતા. તેમજ નીરજ ચોપરાને ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796