Sunday, May 24, 2026
HomeBusiness૧૩ જુલાઈથી મંદિવાળાના નિયંત્રણ હેઠળ રોજ ઘટતો નેચરલ ગેસ વાયદો

૧૩ જુલાઈથી મંદિવાળાના નિયંત્રણ હેઠળ રોજ ઘટતો નેચરલ ગેસ વાયદો

- Advertisement -

જો ભાવ નીચા રહેશે તો, તમામ પ્રકારની ઊર્જા કે ગેસના ઉત્પાદનમાં કાપ મૂકવાનું દબાણ વધારશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ):નેચરલ ગેસ વાયદો 3 ડોલર ઉપર ગયા પછી બજાર પર મંદિવાળાઓએ કબજો જમાવી દેતાં, ભાવમાં પીછેહઠ શરૂ થઈ હતી. નાયમેક્સ નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો બુધવારે ૨.૭૬ ડોલર પ્રતિ મિલિયન બ્રિટીશ થર્મલ યુનિટ મુકાયો હતો, જે ૮ નવેમ્બર ૨૦૨૪ પછીનાં નીચા ભાવ હતા. મૂળે વિક્રમ ઉત્પાદન, બજારમાં ફરતા માલનો મોટો પુરવઠો, સપ્ટેમ્બર અગાઉના વાયદા દરમિયાન હળવું હવામાન અને તેને પગલે ઘટેલી વપરાશી માંગ જેવા ફન્ડામેન્ટલ્સનો લાભ મંદિવાળાને મળ્યો હતો. હવામાન હુંફાળું અને ઠંડુ રહેશે, એવી આગાહી પછી માંગ નબળી પડી જતાં ઉનાળાના અંતિમ દિવસો સુધી માંગની સ્થિતિ આવી જ રહશે તો, સરેરાશ સ્ટોરેજ લેવલ અપેકક્ષા કરતાં વધુ રહેવાના અનુમાન પર ૧૩ જુલાઈથી વાયદો ૩.૬૩ ડોલરની ઊંચાઈએથી રોજિંદા ધોરણે ઘટાડે બંધ રહેવા લાગ્યો હતો.

નેટગેસવેધર.કોમએ એક નોંધમાં કહ્યું હતું કે ઓગસ્ટ અંત અને સપ્ટેમ્બરના આરંભ સુધી હવામાન ગરમ રહેવાને બદલે ઠંડુ રહેવાના અનુમાન, જે નેચરલ ગેસના મૂળભૂત ચાલક બળ હોય છે, સાથે જ એલએનજીની નિકાસ નબળી રાહેવાની શક્યતા જોવાતા ભાવને કોઈ ટેકો મળવાનો નથી. વિક્રમ ઉત્પાદન અને ઠંડુ હવામાન ટૂંકાગાળા માટે તેજીને કોઈ અવકાશ મળે તેવી સંભાવના પણ નથી. જો એલએનજીની અપેક્ષિત નિકાસ ઘટે તો પણ તે નેટગેસના ભાવને લાંબાગાળે ટેકારૂપ સાબિત થશે. પણ જો ભાવ નીચા રહેશે તો, તમામ પ્રકારની ઊર્જા કે ગેસના ઉત્પાદનમાં કાપ મૂકવાનું દબાણ વધારશે. આ તરફ જો રશીયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ સમાધાન થાય તો પણ, યૂરોપમાં ભાવ દબાણમાં આવશે. તેને પગલે જાગતિક ભાવ પણ નીચે જવા મજબૂર થશે.

- Advertisement -

ફાયનાન્સિયલ ગ્રુપ એલએસઇજી કહે છે કે અમેરિકાના ૪૮ રાજ્યોમાં ઓગસ્ટના અત્યાર સુધીમાં ઉત્પાદન દૈનિક સરેરાશ વધીને ૧૦૮.૫ અબજ ક્યુબિક ફૂટ થયું છે. જે જુલાઇના સરેરાશ દૈનિક ૧૦૭.૮ અબજ ક્યુબિક ફૂટ કરતાં પણ વધુ છે. અમેરિકાના ઉનાળાના આરંભથીજ હવામાનમાં ગરમીને બદલે ઠંડક રહેતા એનર્જી ઉત્પાદક કંપનીઓને વિક્રમ ઉત્પાદનમાંથી વધેલા સ્ટોકને તાજેતરના મહીનાઓમાં સ્ટોરેજ ટેન્કમાં ઈંજેક્ટ કરવાની ફરજ પડી હતી. એનાલીસ્ટો કહે છે કે વર્ષના આ સમયગાળામાં હોવા જોઈતા સામાન્ય સ્ટોરેજ કરતાં, અત્યારે ૬ ટકા વધુ સ્ટોક ભરાઈને પડ્યો છે. તેઓ માને છે કે આગામી દિવસોમાં અનુમાન કરતાં વધુ જડપથી સ્ટોક વધતો રહેશે. એલએસઇજીનું અનુમાન છે કે ૪૮ રાજ્યોમાં નિકાસ સહિતની સરેરાશ ગેસ માંગ વર્તમાન સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧૧૦ અબજ ક્યુબિક ફૂટ, જ્યારે આગામી સપ્તાહમાં ૧૦૭.૫ અબજ ક્યુબિક ફૂટ રહેશે.

એનર્જી સર્વિસ પેઢી બાકાર હ્યુજીસએ એક અહેવાલમાં કહ્યું કે આ સપ્તાહે નેચરલ ગેસ અને ઓઇલ રીગ (કૂવા)ની સંખ્યા યથાવત રહેશે. ૧૫ ઓગસ્ટ સુધી આ રીગ કાઉન્ટ ૫૩૯ દાખવા હતા, જે ભાવિ ઉત્પાદનના વૃધ્ધિના નિર્દેશો આપે છે. બાકર હ્યુજીસ કહે છે કે આવત સપ્તાહમાં આ રીગ કાઉન્ટ વધીને ૪૧૨ અને તેલ કુંવા ઘટીને ૧૨૨ રહેશે. અમેરિકાના સૌથી મોટા ઓઇલ અને ગેસ ઉત્પાદક રાજ્ય ટેક્સાસમાં રીગ કાઉન્ટ ઘટીને ૨૪૨ થઈ ગયા હતા, જે સપ્ટેમ્બર ૨૦૨૧ પછીના સૌથી ઓછા હતા.

અમેરિકન ફાયનાન્સિયલ સર્વિસ એજન્સી ટીડી ક્રાઉને કહ્યું કે સ્વતંત્ર રીતે એક્સપ્લોરેશન અને ઉત્પાદન કરતી કંપનીઓનું અવલોકન કરતાં જણાવ્યૂ કે આ બધી કંપનીઓએ ૨૦૨૫માં મૂડીખર્ચા ૨૦૨૪ની તુલનાએ ૪ ટકા ઘટાડવાનું આયોજન કર્યું છે. કંપનીઓએ ૨૦૨૪મા મૂડીખર્ચા સ્થિર રાખ્યા હતાં. ૨૦૨૩માં ૨૭ ટકા, ૨૦૨૨માં ૪૦ ટકા અને ૨૦૨૧માં ૪ ટકા વધાર્યા હતા. આમ છતાં એનાલીસ્ટો આગાહી કરે છે કે ક્રૂડ ઓઇલના સ્પોટ ભાવ ૨૦૨૫માં સતત ત્રીજા વર્ષે ઘટશે. અલબત્ત, અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનીસ્ટ્રેશન (ઇઆઈએ) ક્રૂડ ઓઇલ ઉત્પાદનની ધારણા ૨૦૨૪માં દૈનિક સરેરાશ ૧૩૨ લાખ બેરલ અને ૨૦૨૫માં ૧૩૪ લાખ બેરલ બાંધી છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular