નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગાંધીનગરના ફાયર ઓફિસર અને ઈન્ચાર્જ ડે. ડાયરેક્ટર એવા મહેશકુમાર મોડ 5 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. તેમની સાથે એસીબીએ એક કમલ ઈન્દુભાઈ ગઢવી નામના શખ્સને પણ ઝડપી પાડ્યો છે. ફાયર પ્લાન મંજુર કરવા અને પ્રી એનઓસી આપવાના સામે તેમણે લાંચની માગણી કરી હતી. જેમાં સફળતાથી તેઓ ભેરવાઈ ગયા છે. એસીબીએ છેલ્લા કેટલાક સમયથી ફાયર વિભાગમાં કડક કાર્યવાહી શરૂ કરી હોય તેવું વાતાવરણ સર્જાયું છે.
ઘટના એવી છે કે ગાંધીનગરની ગીફ્ટ સીટીમાં રેવા બિલ્ડીંગ અને રાયસણ ખાતેના અંતરિક્ષ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની કામગીરી કરવા સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ ગાંધીનગર દ્વારા કચેરીમાંથી પ્લાન મંજુર કરાવવા અને પ્રિ એનઓસી મેળવવા અરજી કરી હતી. જે મામલે આ વ્યક્તિ મહેશ મોડનો સંપર્ક કરતાં તેમણે ઝડપી એનઓસી લેવી હોય તો વ્યવહારના 5 લાખ આપવા પડશે તેવું કહ્યું હતું. લાંચની કિંમત સાંભળી ફરિયાદી બે ઘડી ચોંકી ઉઠ્યા હતા. જોકે ઘણા વિચાર પછી તેમણે આ અંગે એસીબીને જાણ કરી હતી.
એસીબીના મદદનીશ નિયામક એન ડી ચૌહાણની નજર હેઠળ આ અંગે છટકું ગોઠવ્યું અને અમદાવાદ એસીબીના પીઆઈ એસ જે જાડેજાએ ટ્રેપ ગોઠવી, જેમાં તેમની મદદ માટે પીઆઈ એમ વી પટેલ અને પીઆઈ એ પી ચૌધરી પણ જોડાયા હતા. તે છટકામાં મહેશ મોડ ફરિયાદી સાથે આ સંદર્ભની વાતચિત કરી કમલ ગઢવી સાથે ઓળખ કરાવી હતી અને રૂપિયા આ કમલને આપી દેવાનું કહ્યું હતું. જોકે તેમને ગંધ પણ આવી ન્હોતી કે આ છટકું છે. આ દરમિયાન કલમને ગાંધીનગર ફાયર પ્રિવેન્શન સર્વિસીસની ઓફીસ પાસે બહાર પાર્કિંગમાં લાંચની રકમ કાઢીને આપતા તુરંત એસીબીએ એન્ટ્રી મારી અને કમલ તથા તેના સાહેબ મહેશ મોડને લાંચના કેસમાં ઝડપી પાડ્યા છે. એસીબીએ આ સંદર્ભમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












