Sunday, October 4, 2026
HomeGujarat3.70 કરોડનું સોનાનું લૂંટનારી ટોળકીને પોલીસે રોકી, પકડાઈ જવાના ડરથી કાર હંકારી...

3.70 કરોડનું સોનાનું લૂંટનારી ટોળકીને પોલીસે રોકી, પકડાઈ જવાના ડરથી કાર હંકારી તો PI એ સ્ટીયરિંગ પકડી લઈ હેન્ડ બ્રેક ખેંચી લીધી

- Advertisement -

Nadiad gold robbery case solved : શનિવારે સાંજે નડિયાદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર થયેલી 2.70 કિલો સોનાની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઉકેલી કાઢી તમામ મુદ્દામાલ અને 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. નડિયાદ રેલવે સ્ટેશનથી 100 કિલોમીટર દૂર વિરમગામ પાસે પોલીસ ઇન્સ્પેક્ટરે બહાદુરી દાખવી લૂંટનો તમામ મુદ્દામાલ અને આરોપીઓને ઝડપી લીધા છે. ધરપકડથી બચવા આરોપીએ કારમાં લટકી ગયેલા પીઆઈ એસ.એ. ગઢવી (PI S A Gadhavi) ને 500 મીટર સુધી ઢસડ્યા હતા, પરંતુ PI એ કારની હેન્ડ બ્રેક ખેંચી લેતા આરોપીઓનો પ્લાન નિષ્ફળ થઈ ગયો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસે (Ahmedabad Rural Police) પકડી પાડેલા ચારેય લૂંટારૂંઓને વધુ તપાસ માટે નડિયાદ રેલવે પોલીસ (Nadiad Railway Police) ને સોંપી દેવાયા છે. અત્રે નોંધનીય છે કે, બુલિયન્સ કંપનીમાં અગાઉ નોકરી કરતા સાવન ચૌધરીએ લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

‘ગ્રો મોર બુલિયન્સ’ કંપનીનું 2.70 કિલો સોનું લઈને ભરતભાઈ કરશનભાઈ ચૌધરી (રહે. મોજરૂ, તા.દિયોદર, જિ.બનાસકાંઠા) શનિવાર સાંજે નડિયાદ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી ઉતર્યા હતા. દરમિયાનમાં અજાણ્યા શખસોએ તેમની પાસે 2.70 કિલો સોનું ભરેલી બેગ ઝૂંટવીને એક કારમાં ફરાર થઈ ગયા હતા. કારનો રજિસ્ટ્રેશન નંબર પોલીસને હાથ લાગતા રાજ્ય પોલીસને નાકાબંધી કરી કારને ઝડપી લેવા મેસેજ કરાયો હતો. દરમિયાનમાં અમદાવાદ એલસીબીના હે.કો. હિંમાશુભાઈ અરજણભાઈએ એક કારને કોર્ડન કરી અટકાવતા તેમાંથી સાવન ભાવેશભાઈ ચૌધરી (રહે. ખોડા,તા.કાંકરેજ, જિ.બનાસકાંઠા) મળી આવ્યો હતો.

- Advertisement -

સાવન ચૌધરીને અટકમાં લઈ લૂંટી લેવાયેલા ગોલ્ડ અને અન્ય આરોપીઓ અંગે પૂછપરછ કરતા તેઓ બીજી કારમાં હોવાની માહિતી પોલીસને મળી હતી. જે માહિતી મળતા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન (Viramgam Town Police Station) ના પીઆઈ એસ.એ. ગઢવી અને સ્ટાફે ખાનગી કારમાં લૂંટારૂઓની કારનો પીછો કરી તેમને આંતર્યા હતા. પોલીસ આવી ગઈ હોવાની જાણ થતાં લૂંટારૂ કાર ચાલકે પોલીસની ખાનગી કારને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પીઆઈ ગઢવી દરવાજામાં લટકી જઈ સ્ટીયરિંગ પકડી લીધું હતું અને ત્યારબાદ હેન્ડ બ્રેક ખેંચી કારને રોકી હતી. પોલીસ ટીમને કારમાંથી મળી આવેલા ત્રણ શખસોને અટકમાં લઈ તપાસ કરાતા 3.70 કરોડનું સોનું પણ મળી આવ્યું હતું.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular