નવજીવન ન્યૂઝ. મુન્દ્રા: સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના તાર ફરી એકવાર ગુજરાત પહોંચ્યો છે. દિલ્હી પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના કુખ્યાત 3 શખ્સોની મુંદ્રામાંથી ધરપકડ કરી છે. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પુણે પોલીસે અગાઉ ગુજરાતમાંથી સંતોષ જાધવની ધરપકડ કરી હતી. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ પ્રકરણમાં સંડોવાયેલ શકમંદ શખ્સોને પોલીસ સકંજામાં લઇ રહી છે.
સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર શંકા સેવાઇ રહી છે. તેવામાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને માહિતી મળી હતી કે, સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં બિશ્નોઈ ગેંગના 3 વ્યક્તિઓ કચ્છના મુંદ્રામાં છે. માહિતીના આધારે દિલ્લી પોલીસે તપાસ હાથ ધરતા મુન્દ્રાના બારોઈ તાલુકાના ખારી મીઠી રોડ પરથી બિશ્નોઈ ગેંગના 3 વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા હતા.
દિલ્હી પોલીસે મુન્દ્રામાંથી હરિયાણાના અશોક ઉર્ફે ઇલિયાસ, હરિયાણાના કાશીશ ઉર્ફે કુલદીપ અને પંજાબના કેશવ લાલચંદ ગરીને ઝડપી પાડ્યા હતા. આ ત્રણે બિશ્નોઈ ગેંગના સાગરીતો છે. આ ત્રણે એક અઠવાડીયા પહેલા નોકરીની શોધમાં મુન્દ્રામાં આવ્યા હતા અને ભાડાના મકાનમાં રહેતા હતા. હાલ આ ત્રણને દિલ્હી પોલીસે ઝડપી પાડી આ બાબતની નોંધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











