Friday, September 4, 2026
HomeGeneralમહેસાણા: મોઘજી ચૌધરી પર હુમલા બાદ આ ગામ વિફર્યું કહ્યું "ચૂંટણીમાં ભાજપને...

મહેસાણા: મોઘજી ચૌધરી પર હુમલા બાદ આ ગામ વિફર્યું કહ્યું “ચૂંટણીમાં ભાજપને ભોગવવું પડશે”

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: મહેસાણા દૂધસાગર ડેરીમાં સામન્ય સભા યોજવાની હતી તે દિવસે ડેરીની બહાર મોઘજી ચૌધરી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ મુદ્દે આજે મોઘજી ચૌધરીના સમર્થનમાં બેનર લગાવવામાં આવ્યા છે. ઉપરાંત તેમને ન્યાય અપવવા માટે એક રેલી પણ કાઢવામાં આવી છે. જોકે રેલીને પોલીસ પરમીશન મળી ન હોવાથી મોઘજી ચૌધરીના સાર્થકો સાથે પોલીસ ઘર્ષણ જોવા મળ્યું હતું.



દૂધસાગર ડેરીની બહાર મોઘજી ચૌધરી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. મોઘજી ચૌધરીને માર માર્યો હોવાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આજે મોઘજી ચૌધરીને ન્યાય અપાવવા માટે મહેસાણાના વિસનગરમાં તેમના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખેલું છે કે, છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ ચકાશશો તો માલૂમ પડશે કે અમારા ગામમાંથી વોટિંગના ટોટલ 90 ટકા ઉપર વોટ ભાજપને મળેલા છે. દૂધસાગર ડેરીમાં મોઘજી ચૌધરી ઉપર જે લોકોએ હુમલો કર્યો છે તેમની ધરપકડ કરવામાં નહીં થાય અને મોઘજી ચૌધરીના પુત્ર હર્ષદ ચૌધરી ઉપર લગાવવામાં આવેલી 307ની કલમ રદ નહીં થાય તો અમારું સમસ્ત ગામ ભાજપનો બહિષ્કાર કરશે, અને તેનું પરિણામ આવનારી ચૂંટણીમાં ભાજપને ભોગવવાનો વારો આવશે.

મહેસાણામાં દૂધસાગર ડેરીમાં મારામારી અંગે વિપુલ ચૌધરી અને તેમના સમર્થકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી પંચશીલ ગાંધીનગરથી SP કચેરી સુધી કાઢવા આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ રેલીને પોલીસ પરવાનગી મળી ન હતી. વિપુલ ચૌધરીના સમર્થકો રસ્તાઓ પર ઉતરીને બેનર સાથે સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરતાં પોલીસે તેમની અને વિપુલ ચૌધરીની અટકાયત કરી હતી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular