Thursday, October 1, 2026
HomeGeneralદીવથી દારૂની ખેપ મારવા બુટલેગરનો અનોખો કિમીયો, ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે સીટ,...

દીવથી દારૂની ખેપ મારવા બુટલેગરનો અનોખો કિમીયો, ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે સીટ, ટાંકી સહીતના પાર્ટસમાંથી દારૂ કાઢયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીરસોમનાથઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ-બરોજ રાજ્યના અલગ-અલગ શહેરોમાંથી દારૂનો જથ્થો ઝડપાતો રહે છે. ઉપરાંત બુટલેગર ગુજરાતના પાડોશી રાજ્ય અને સંઘપ્રદેશમાંથી દારૂની ખેપ મારતા અનેક વખત પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે. ત્યારે ગઈકાલે ફરી દીવથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો કિમીયો પોલીસે પર્દાફાશ કર્યો છે.



ગીરસોમનાથના ઉનાથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખુબ નજીક હોવાથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો અવાર-નવાર થતા હોય છે. પરંતુ પોલીસની સતર્કતાને કારણે દારૂ ઘુસાડતા બુટલેગરોના પર્દાફાશ થતા હોય છે. ગુજરાતના ઉનાની સરહદે આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા બે આરોપીને ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા જે કિમીયો શોધ્યો હતો તે જોઈને ચોંકી ઉઠાય તેમ છે. તાજેતરમાં જ એમેઝોન જેવા પાર્સલ અને બાદમાં કેરીના બોક્સમાંથી દારૂ ઝડપાયો હતો.

ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચની ટીમે હોન્ડા સ્પ્લેન્ડરમાંથી દારૂના જથ્થો પકડી પાડ્યો છે. ગઈકાલે ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખાપટ ગામ નજીક બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન દીવથી દારૂ ભરેલું સ્પ્લેન્ડર બાઈક લઈને આવી રહેલા બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. સ્પ્લેન્ડર બાઈક GJ-11-KK-4968ને ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જાણે કે સ્પેશિયલ દારૂની ખેપ મારવા માટે જ બાઈક વાપરવામાં આવતું હોય તેમ બાઈકના અનેક પાર્ટમાં દારૂની બોટલ સંતાડવામાં આવી હતી. આખું બાઈક દારૂની બોટલથી ભરેલું હોવાથી પોલીસને બાઈકના પાર્ટ ખોલવા પડ્યા હતા. પોલીસને બાઈકની સીટ, બાઈકની ટાંકી સહિત બાઈકના નાની-નાની જગ્યામાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્પ્લેન્ડર બાઈકમાંથી કુલ 67 દારૂની બોટલ બહાર કાઢી હતી. પોલીસે કોડીનારના મનીષ કિશનભાઈ બાંભણીયા (ઉં.19) અને જયેશ ધીરૂભાઈ કામળીયા (ઉં.25)ને ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular