નવજીવન ન્યૂઝ. મુંબઈ: EDએ પતરા ચૌલ કૌભાંડ કેસમાં શિવસેનાના નેતા સંજય રાઉતને કસ્ટડીમાં લીધા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ મુંબઈમાં શિવસેના નેતા સંજય રાઉતના ઘરે પહોંચી છે. પતરા ચૌલ જમીન કૌભાંડ કેસમાં સંજય રાઉતને બે વખત બોલાવ્યા બાદ પણ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. આ જ કારણ છે કે આજે વહેલી સવારે EDની ટીમ તેમના ઘરે પહોંચી ગઈ છે. EDની કાર્યવાહીથી સંજય રાઉત ગુસ્સે થયા હતા. ટીમ તેમના ઘરે પહોંચ્યા બાદ તેમણે ટ્વીટ કર્યું અને કહ્યું, “મહારાષ્ટ્ર અને શિવસેના લડતા રહેશે.” રાઉતે કહ્યું કે, “હું હવે પણ શિવસેના નહીં છોડું.” રાઉતે બીજી ટ્વિટમાં લખ્યું, “ખોટી કાર્યવાહી, ખોટા પુરાવા, હું શિવસેના નહીં છોડું, છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું.”
સંજય રાઉતે ટ્વીટ કર્યું કે, “મારો કોઈ કૌભાંડ સાથે કોઈ સંબંધ નથી. હું બાલાસાહેબ ઠાકરેની શપથ લઉં છું. તેમણે અમને લડતા શીખવ્યું. શિવસેના માટે લડતા રહીશું.” એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું સર્ચ ઓપરેશન શરૂ થતાં જ શિવસેનાના કાર્યકર્તાઓ પાર્ટીના નેતા સંજય રાઉતના ઘરની બહાર એકઠા થયા છે. શિવસેનાના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે, સંજય રાઉતને ચૂપ કરવા માટે આ એક રાજકીય કાર્યવાહી છે. દેશ બધું જોઈ રહ્યો છે. જનતા તેનો જવાબ આપશે.”
બીજી તરફ ભાજપના ધારાસભ્ય રામ કદમે એક વીડિયો જાહેર કર્યો છે. તેમણે તેમાં કહ્યું હતું કે, જો શિવસેનાના નેતાએ પૈસાની હેરાફેરી કરી નથી, તો ત્રણ દિવસ પહેલા જ્યારે EDના અધિકારીઓએ તેમને તપાસ માટે બોલાવ્યા હતા, તો તેઓ કેમ ન ગયા? અધિકારીઓના પ્રશ્નો ટાળવાનું કારણ શું? તેમની પાસે સવાર, બપોર અને સાંજે પ્રેસ કોન્ફરન્સ કરવાનો સમય છે, પરંતુ તેમની પાસે ED અધિકારીઓના પ્રશ્નોના જવાબ આપવાનો સમય નથી. શું દેશને આની સત્યતાની ખબર નથી? આ બદલાયેલું ભારત છે. નેતા હોય, અભિનેતા હોય, ઉદ્યોગપતિ હોય, નાના હોય કે મોટા, આ ભારતમાં કાયદા સમક્ષ બધા સમાન છે. કાયદો પોતાનો માર્ગ અપનાવશે.”
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ આજે સવારે લગભગ 7 વાગે શિવસેના નેતા સંજય રાઉતના ઘરે પહોંચ્યા હતા. પતરા ચૌલ જમીન કૌભાંડ કેસમાં ED દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીની ટીમ સાથે સીઆરપીએફના અધિકારીઓ પણ છે. આ ટીમ આજે સવારે મુંબઈના પૂર્વ ઉપનગર ભાંડુપમાં સંજય રાઉતના ઘરે પહોંચી છે. પતરા ચૌલ જમીન કૌભાંડ કેસમાં EDની ત્રણ ટીમો અલગ-અલગ જગ્યાએ સર્ચ કરી રહી છે. આમાંથી એક ટીમ સંજય રાઉતના મુંબઈના ઘરે પહોંચી ગઈ છે.
સંજય રાઉતે 1 જુલાઈએ પોતાનું નિવેદન નોંધ્યું હતું. ત્યારબાદ તેમની 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. બાદમાં તેને 20 જુલાઈએ અને ફરીથી 27 જુલાઈએ બોલાવવામાં આવ્યા હતા. ત્યાર પછી રાઉતે કહ્યું હતું કે સંસદના ચૌલી રહેલા સત્રને કારણે તે હાલ ED સમક્ષ હાજર નહીં થાય. તેમણે કહ્યું હતું કે તે 7 ઓગસ્ટ પછી જ હાજર થઈ શકશે. ED અનુસાર, સોસાયટી, MHADA અને ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન કંપની વચ્ચે પતરા ચૌલના 672 પરિવારોના પુનર્વસન માટે કરાર કરવામાં આવ્યો હતો. ગુરુ આશિષ કંપનીના ડાયરેક્ટર રાકેશ વાધવાન, સારંગ વાધવાન અને HDILના પ્રવીણ રાઉત હતા. કંપની પર મ્હાડાને ગેરમાર્ગે દોરવાનો, પહેલા 9 અન્ય બિલ્ડરોને FSI વેચીને 901 કરોડ જમા કરાવવાનો, પછી મીડોઝ નામનો નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો અને ફ્લેટ બુકિંગના નામે 138 કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ છે. પરંતુ 672 મૂળ ભાડુઆતોને તેમના મકાનો આપવામાં આવ્યા ન હતા. આ રીતે કંપનીએ 1039.79 કરોડની કમાણી કરી.
EDનો આરોપ છે કે HDILએ પાછળથી ગુરુ આશિષ કંપનીના ડિરેક્ટર પ્રવીણ રાઉતને 100 કરોડ રૂપિયા આપ્યા, જેમાંથી પ્રવીણ રાઉતે સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને 55 લાખ રૂપિયા આપ્યા, જે મની લોન્ડરિંગનો ભાગ છે.
શું છે પતરા ચૌલ સાથે કનેક્શન
ED અનુસાર, સોસાયટી, MHADA અને ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન કંપની વચ્ચે પાત્રા ચૌલના 672 પરિવારોના પુનર્વસન માટે કરાર કરવામાં આવ્યો હતો. ગુરુ આશિષ કંપનીના ડાયરેક્ટર રાકેશ વાધવાન, સારંગ વાધવાન અને HDILના પ્રવીણ રાઉત હતા. કંપની પર મ્હાડાને ગેરમાર્ગે દોરવાનો, પહેલા 9 અન્ય બિલ્ડર્સને FSI વેચીને 901 કરોડ જમા કરાવવાનો, પછી મીડોઝ નામનો નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો અને ફ્લેટ બુકિંગના નામે 138 કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ છે. પરંતુ 672 મૂળ ભાડૂઆતોને તેમના મકાનો આપવામાં આવ્યા ન હતા. આ રીતે કંપનીએ 1039.79 કરોડની કમાણી કરી.
EDનો આરોપ છે કે HDILએ પાછળથી ગુરુ આશિષ કંપનીના ડિરેક્ટર પ્રવીણ રાઉતને 100 કરોડ રૂપિયા આપ્યા, જેમાંથી પ્રવીણ રાઉતે સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને 55 લાખ રૂપિયા આપ્યા, જે મની લોન્ડરિંગનો ભાગ છે.








