Sunday, May 31, 2026
HomeNationalમુંબઈઃ બાંદ્રા-વરલી સી-લિંક પર ઈજાગ્રસ્તો માટે ઉભેલી એમ્બ્યુલન્સ સાથે 3 કાર અથડાઈ,...

મુંબઈઃ બાંદ્રા-વરલી સી-લિંક પર ઈજાગ્રસ્તો માટે ઉભેલી એમ્બ્યુલન્સ સાથે 3 કાર અથડાઈ, 5ના મોત- CCTV

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈઃ દશેરાની સવારે મુંબઈથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બાંદ્રા વર્લી સી લિંક પર ચાર કાર અને એક એમ્બ્યુલન્સ એકસાથે ટકરાઈ હતી, જેમાં પાંચ લોકોના મોત થયા છે અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બનાવમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

માહિતી અનુસાર, બાંદ્રા વરલી સી લિંક પર એક વાહનનું પહેલેથી જ અક્સમાત થયું હતું, અક્સમાત થતાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સમાં ઘટના સ્થળ પર પહોંચી તે સમયે વધુ ત્રણ વાહનો એમ્બ્યુલન્સ અને પહેલાથી જ અથડાઈ ગયેલા વાહન સાથે અથડાયા હતા. જે બાદ અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન કોઈએ પોલીસને જાણ કરતા રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

- Advertisement -

આ અકસ્માતમાં ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમામને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરો દરેકને બચાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. આ સિવાય પોલીસે હવે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. પીએમ મોદીએ પણ મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક પર થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે લોકોના મોતથી મને દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular