Sunday, May 31, 2026
HomeGujaratવડોદરામાં ધાર્મિક ધજા ઉંચી લગાવવા બાબતે મોડી રાત્રે કોમી છમકલું

વડોદરામાં ધાર્મિક ધજા ઉંચી લગાવવા બાબતે મોડી રાત્રે કોમી છમકલું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ નવરાત્રીના તહેવાર દરમિયાન રાજ્યમાં ફરી એકવાર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં બે જૂથ વચ્ચે વિવાદ થતાં પથ્થરમારાની ઘટના બની હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી સર્જાઈ હતી. જોકે મોડી રાત્રે જ ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચતા મામલો શાંત પડયો હતો. હાલ પોલીસે તોફાની તત્વો સામે ગુનો દાખલ કરીને અટકાયતનો દોર શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના ગોરવા વિસ્તારમાં નવરાત્રીના નવમાં નોરતે બે જૂથ વચ્ચે ધાર્મિક ધજા ઉંચી લગાડવા મુદ્દે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઘર્ષણ થતાં પથ્થરમારોની ઘટના બની હતી. ઘટનાની જાણ પોલીસને થતાં મોડી રાત્રે ડીસીપી ઝોન એક સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. વિસ્તારમાં સ્થિતી કાબૂમાં લેવા માટે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. હાલ પોલીસે વીડિયો ફૂટેજના આધારે કેટલાક લોકોની અટકાયત કરી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવરાત્રીના છેલ્લા બે દિવસથી અસામાજીક તત્વો દ્વારા શાંતિ ડોહળાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. નવરાત્રીના આઠમાં નોરતે ખેડાના માતરમાં ગરબા રમતા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા પથ્થરમારો કરનારા લોકોને કાયદાનો પાઠ ભણાવવા માટે ગામમાં જાહેરમાં થાભંલે ઊભા રાખીને માર મારવામાં આવ્યો હતો. ગઈકાલે ફરીથી આવી જ ઘટના વડોદરામાં સામે બનતા લોકો રોષે ભરાયા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular