Sunday, August 23, 2026
HomeGeneralમોરબી પરપ્રાંતીય યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે 7 આરોપીઓની કરી ધરપકડ

મોરબી પરપ્રાંતીય યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે 7 આરોપીઓની કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: મોરબી (Morbi) જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં નોકરીની શોધમાં ઓડિશાથી મોરબી આવેલા કર્મચારીને ચોરીની શંકાના આધારે 7 જટેલા શખ્સોએ મળી યુવકને ઢોરમાર મારી હત્યા કરી હતી. જોકે સવારના સમયે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન યુવકનો સીમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જે અંગે પોલીસે તપાસનો ધમધમાટ કરતા 7 જેટલા આરોપીઓએ ચોરીને શંકાના અધારે યુવકને ગડદાપાટુનો માર મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું જે અંગે પોલીસ 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Morbi Youth Murder Accused
Morbi Youth Murder Accused

મળતી વિગતો અનુસાર ઓડિશાથી કામ અર્થે આવેલા યુવક કાર્તિકસિંગ રાત્રિના સમયે વાકાંનેર ભટિયા ખાતે આવેલા મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન છ થી સાત જેટલા લોકો ત્યાં ટોળું બનીને ઉભા હતા. દરમિયાન યુવકને અટકાવી પૂછપરછ કરી હતી. જેમાં યુવકને ગુજરાતી કે હિન્દી આવડતું ન હોવાથી તે સંતોષકાર જવાબ આપી શક્યો ન હતો. મોડીરાત્રેને પગલે ચોરીની શંકાના અધારે ટોળાએ યુવકને બોથડ પદાર્થ વડે ઢોરમાર મારતા યુવકનું ઘટનાસ્થળે મૃત્યું નિપજ્યું હતું. ત્યાર બાદ તમામ લોકો ઘટનાસ્થળે નાસી છુટ્યા હતા. જે અંગે સવારે સીમમાંથી મૃતદેહ મળી આવ્યાની જાણ ગ્રામજનોએ પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથધરી હતી. જ્યાં પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા આ હત્યામાં 7 લોકોની સંડોવણી સામે આવી હતી. જ્યાં પોલીસે સાહિલ ઉર્ફે ગબ્બર, સચિન ઉર્ફે સજ્જુ, પારસ ઉર્ફે ભજ્જી, અમન, યુવરાજ, મોહસીન અને મકસુદ નામના 7 આરોપીની ધરપકડ કરી હત્યા અંગેની કલમો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

- Advertisement -

શું હતો સમ્રગ મામલો ?

ફરિયાદીના જણાવ્યા અનુસાર તેમને ત્યાં છેલ્લા 4 વર્ષથી કામ કરતા કર્મચારી જોગાસીંગ સુખરાસીંગ જે મૂળ ઓડિશાનો રહેવાસી ધંધામાં કર્મચારીઓની વધુ જરૂર હોવાથી તેને 4 મજૂરની વાત કરી હતી અને તેના ખાતામાં 8 હજાર રૂપિયા નાખ્યા હતા. ત્યારબાદ જોગાસીંગ ઓડિશાથી ત્રણ મજૂર મોરબી મોકલ્યા હતા. 10 તારીખની આસપાસ સાંજે ચાર વાગ્યે ફરિયાદીને કોઈ કામ હોવાથી મોરબી ખાતે ગયા હતા ત્યારે બીજા દિવસે જોંગાસીગનો ફરિયાદી પર ફોન આવ્યો હતો કે, મેં મોકલેલા ત્રણ મજૂરમાંથી એક મજૂર ગુમ છે. જે અંગે ફરિયાદી તરત જ ઓડીશાના જૂના માણસોને ફોન કરી જાણ કરતા રઘુસીંગ જણાવ્યું હતું કે કાર્તિકસિંગ નામના મજૂર રાત્રિ કોઈ કામ અર્થે બહાર ગયો હતો ત્યાર પછી પાછો ન આવ્યો ન હતો.

જોકે લાંબા સમય સુધી શોધખોળ કરવા છતાં ન મળતા ફરિયાદીએ વાકાંનેર સીટી પોલીસ સ્ટેશન (Wankaner city Police Station) ખાતે મજૂર ગુમ થયાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતા લુણસરીયા ગામની વીસીપરા ધમલપર ગામની સીમમાંથી એક અજાણ્યા શખ્સ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેના શરીરના ભાગે ગંભીર ઈજાઓના નિશાન હતા તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જોકે તબિયત વધુ લથડતા યુવકને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નિપજ્યુ હતું.

જે અંગે પોલીસ ગુમ થયાની ફરિયાદના આધારે ફરિયાદીને મૃતદેહના ઓળખ માટે બોલવતા કાર્તિકસિંહનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પોલીસે આજરોજ 7 આરોપીની ધરપકડ કરી લીધી છે.

- Advertisement -

TAG: Morbi Update News Today Live

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular