Friday, September 22, 2023
HomeGujaratAhmedabadકબૂતરબાજ બોબી પટેલના બે સાગરીતોને સ્ટેટ મોનિટરીંગ સેલે મુંબઈથી દબોચ્યા

કબૂતરબાજ બોબી પટેલના બે સાગરીતોને સ્ટેટ મોનિટરીંગ સેલે મુંબઈથી દબોચ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતીઓને ગેરકાયેદસર વિદેશની ધરતી પર લઈ જવાના પ્રકરણમાં સ્ટેટ મોનિટરીંગ સેલ (State Monitoring Cell) દ્વારા કબુતરબાજીના માસ્ટર માઈન્ડ બોબી ઉર્ફે ભરત પટેલની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે કબૂતરબાજ બોબી પટેલના કેસને લઈને સ્ટેટ મોનિટરીંગ સેલને વધુ એક સફતા મળી છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે બોબીના સાગરીતોને મુંબઈમાંથી દબોચી લેવામાં આવ્યા છે. બોબી પટેલના સાગરીતો પોલીસના હાથે આવી જતાં કબૂતરબાજી પ્રકરણમાં વધુ ખુલાસાઓ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

કલોલના ડિંગુચાનો પરિવાર અમેરિકા જવાની ધેલચામાં ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરતી વખતે વધુ ઠંડીના કારણે થીજી જતાં આખા પરિવારનો માળો વિખાઇ ગયો હતો. આ મામલો બહાર આવતા આ પરિવાર કયા એજન્ટના મારફતે કેનેડા સુધી પહોંચ્યો હતો. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં એક નામ બહાર આવ્યું હતું બોબી પટેલ. બોબી પટેલને ઝડપી પાડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી હતી તે વચ્ચે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા બોબીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

- Advertisement -

કબૂતરબાજ બોબી પટેલ અંગેની તપાસ રાજ્યાના ડીજીપીએ સ્ટેટ મોનિટરીંગને સોંપતા બોપી પટેલની ઘોટલોડિયા વિસ્તારમાં આવેલી ઓફિસ પર તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી પોલીસને 79 પાસપોર્ટ મળી આવ્યા હતા. જે પૈકી 5 પાસપોર્ટ નકલી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે 18 લોકો સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા બોબી પટેલના બે સાગરીતોને મુંબઈથી દબોચી લેવામાં આવ્યા છે. જેમાં પ્રવિણ પટેલ અને હિતેશ પટેલનો સમાવેશ થાય છે. આ આરોપીઓ પાસેથી આધારકાર્ડ, 5 મોબાઈલ અને કાર કબ્જે લેવામાં આવી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular