Saturday, October 10, 2026
HomeGeneralમોરબીના ટંકારામાં દેશી દારૂનો વેપલો કરતો વ્યક્તિ ઝડપાયો

મોરબીના ટંકારામાં દેશી દારૂનો વેપલો કરતો વ્યક્તિ ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: Morbi News : મોરબીના ટંકારામાં (Tankara) ગેરકાયદેસર દેશી દારૂની રેલમછેલ સામે પોલીસે લાલઆંખ કરી છે. કેટલાક બુટલેગરો જાણે ગુજરાતમાં દારૂબંધી જ ન હોય તેવી રીતે કાયદા વ્યવસ્થાની સ્થિતિને ઘોળી પી ગયા છે અને બેફામ બની દેશની અને વિદેશી દારૂની હેરાફેરી (Liquor Smuggling) કરી રહ્યા છે. ત્યારે હવે બુટલેગરો સામે ટંકરા પોલીસે (Tankara Police) સકંજો કસ્યો છે. રાત્રિના અરસામાં પોલીસની નજર ચૂકવી કપડાની થેલીમાં દેશી દારૂ સંતાડી લઈ જતા બુટલેગરની પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા પોલીસ વડાના સૂચનો મુજબ ટંકરા પોલીસ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને રોકવા અને અસામાજિક તત્વોને ઝડપી પાડવા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રાત્રે 12 વાગ્યાના સુમારે છત્તરગામ પાટિયા પાસે ઉભી હતી. જેમાં એક યુવક રસ્તા પરથી થેલી લઈ પસાર થઈ રહ્યો હતો. આ યુવક અંગે પોલીસને શંકા જતા યુવકને અટકાવી થેલીની તલાસી લેતા થેલીમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. તેમજ યુવક પોતે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને આરોપી પાસેથી દેશી દારૂ બનાવવા માટે 250 મિલી જેટલો કેમિકલ અને દેશી દારૂની 5 લીટરની બે થેલીઓ મળીને કુલ 10 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો. જે અંગે આરોપીની પૂછપરછ કરતા ગોવિંદ વાજેલીયા જે મૂળ કુવાડવાના હડાળા ગામનો રહેવાસી છે અને દેશીદારૂ વેચાણ કરવાના હેતસુર દારૂની કોથળી થેલીમાં લઈ જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે દેશીદારૂનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે પ્રોહીબિશન કલમ 65A મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

- Advertisement -

TAG: Morbi Latest news Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular