Saturday, May 23, 2026
HomeGujaratRajkotલોરેન્સ બિશ્રોઈ ગેંગના તાર ગુજરાત સુધી પહોંચ્યા, કરોડોની ખંડણી કેસમાં રાજકોટના આરોપીનું...

લોરેન્સ બિશ્રોઈ ગેંગના તાર ગુજરાત સુધી પહોંચ્યા, કરોડોની ખંડણી કેસમાં રાજકોટના આરોપીનું નામ ખુલ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ પંજાબી સીંગર સિદ્ધુ મુસેવાલાની (sidhu moose wala) હત્યા બાદ લોરેન્સ બિશ્રોઈ ગેંગ (Lawrence bishnoi gang) સતત ચર્ચામાં આવી રહી છે, ત્યારે હવે લોરેન્સ બિશ્રોઈ ગેંગના તાર ગુજરાત સુધી પણ પહોંચી રહ્યા છે. રાજકોટનો એક સભ્ય લોરેન્સ બિશ્રોઈની ગેંગમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં કરોડોની ખંડણીના કેસમાં (Delhi extortion case) તપાસ કરી રહેલી દિલ્હી ક્રાઈમ બ્રાંચે (Delhi Crime Branch) લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં કામ કરતાં રાજકોટના (Rajkot) એક વ્યક્તિની ધરપકડ કરતાં સમગ્ર મામલો ઉજાગર થયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, દિલ્હીમાં બે કરોડની ખંડણી કેસમાં લોરેન્સ બિશ્રોઈ ગેંગનો હાથ હોવાનું ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા હતા. જેમાંથી એક રાજકોટનો હોવાનું સામે આવ્યું હતું. દિલ્હી ક્રાઈમ બ્રાંચે રાજકોટના હરેન નામના વ્યક્તિની ધરપકડ કરી છે. હરેન ઈન્સ્ટાગ્રામની મદદથી લોરેન્સ બિશ્રોઈના ભાઈ અનમોલના સંપર્કમાં આવ્યો હતો અને ત્યાર બાદ હરેનને ગેંગમાં સામેલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં દિલ્હી ક્રાઇમ બ્રાંચે કૂલ 8 લોકોની ધરપકડ કરી છે અને 6 હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ ગોલ્ડી બ્રાર, લોરેન્સ બિશનોઈ, કાલા જાથેડી, નરેશ સેઠી અને સંપત નહેરની સિન્ડીકેટના સભ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ લોરેન્સ બિશ્રોઈને દિલ્હીની તિહાડ જેલમાંથી ગુજરાત ATSએ કસ્ટડી લીધી હતી. કચ્છના જખૌ નજીકથી ઝડપાયેલા 200 કરોડના ડ્રગ્સ કેસ મામલે ગુજરાત ATS દ્વારા લોરેન્સ બિશ્રોઈને નલિયાની કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જોકે રિમાન્ડ પૂર્ણ થતાં તેને અમદાવાદની સાબરમતી જેલમાં લઈ જવામાં આવ્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular