નવજીવન ન્યૂઝ. મોરબીઃ મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં આજે પાંચમાં દિવસે સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. રાહત કમિશનર દ્વારા સર્ચ ઓપરેશન પૂર્ણ થયું હોવાની જાણકારી આપવામાં આવી છે. પુલ તૂટવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સરકારી આંકડા અનુસાર 136 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 170 જેટલા લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે.
મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘના બાદ NDRF, SDRF, નેવી આર્મી સહિતની ટીમો દ્વારા છેલ્લા પાંચ દિવસથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન હજુ એક વ્યક્તિ ગુમ હોવાની જાણકારી મળી હતી. પરંતું તપાસમાં આવું કોઈ વ્યક્તિ ન હોવાનું સામે આવ્યા બાદ આજે રિલીફ કમિશનર હર્ષદ પટેલ આજે મોરબીની મુલાકાત લીધી હતી, જ્યાં તમામ અધિકારીઓ અને કલેક્ટર સાથે બેઠક યોજી હતી અને આ સર્ચ ઓપરેશનને બંધ કરવામાં આવ્યું હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
મોરબી દુર્ઘટનામાં નદીમાં પડેલા 170 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન હજી પણ એક વ્યક્તિ ગુમ હોવાની જાણકારી મળતા રેસ્ક્યુ ટીમ કામે લાગી હતી અને જ્યાં સુધી તેની શોધ કરી લેવામાં નહી આવે ત્યાં સુધી સર્ચ ઓપરેશન બંધ ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે આજે સવારે પોલીસ તપાસમાં આવું કોઈ વ્યક્તિ ગુમ ન થયું હોવાનું સામે આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શોધખોળ કરવામાં આવી હતી. હવે પાણીમાં કોઈ બોડી મળે તેવી શક્યતા ન હોવાના કારણે સર્ચ ઓપરેશનની અન્ય એજન્સીઓનો પણ અભિપ્રાય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો, ત્યારબાદ સર્ચ ઓપરેશનને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
વઘુ સમાચાર મેળવવા માટે ફોલો કરો
![]() |
![]() |
![]() |











