નવજીવન.મોડાસાઃ એક સમય એવો પણ હતો કે માણસ જેનો કોળીયો (નમકના સંદર્ભમાં) ખાતો હોય તેને વફાદાર રહેતો અને માં-બાપ પણ એવા જ સંસ્કાર સંતાનોને આપતા, જોકે હાલના યુગમાં ભાઈ ભાઈનો નથી રહ્યો ત્યાં આવી અપેક્ષા રાખવી જ કેવી રીતે તેવો પ્રશ્ન થાય. મોડાસા તાલુકામાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. કિશોરપુરા ચોકડી નજીક આવેલા કોલ્ડસ્ટોરેજ આગળ પાર્ક કરેલા ૯ ડમ્પરમાંથી ૨ હજારથી વધુ ડીઝલ, મોટર સહિત લોંખડની ચીજવસ્તુઓ ચોરી થઇ હોવાની જાણ કોલ્ડસ્ટોરેજ માલિકને થતા રૂરલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો સામે ૩.૯૫ લાખના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધાવતા રૂરલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ, ટેકનિકલ સર્વેલન્સના આધારે કોલ્ડ સ્ટોરેજમાં નોકરી કરતા બે કર્મચારીઓને દબોચી લઇ કોરોનાનો ટેસ્ટ કરવા તજવીજ હાથધરી ગણતરીના દિવસોમાં લાખ્ખો રૂપિયાની ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
કિશોરપુરા ચોકડી નજીક આસ્થા કોલ્ડ સ્ટોરેજમાં નોકરી કરતા અમરત દેતારભાઈ મકવાણા (રહે, રમોસ-ધનસુરા) અને રાજેશ કેશભાઈ પટેલ (રહે, ગોખરવા-મોડાસા) છેલ્લા કેટલાક સમયથી કોલ્ડસ્ટોરેજ આગળ પાર્ક કરેલા ૯ ડમ્પરમાંથી ૨૨૦૦ લીટર ડીઝલ, કોલ્ડસ્ટોરેજમાં રહેલી મોટર, લોંખડનો માલસામાન સહિત રૂ.૩.૯૫ લાખના ડીઝલ અને માલસામાનની ચોરી કરી સગેવગે કરી દીધો હતો. કોલ્ડ સ્ટોરેજમાંથી ધીરે ધીરે ડીઝલ સહિત લાખ્ખો રૂપિયાના મુદ્દામાલની ચોરી થતા માલિક ચોંકી ઉઠ્યો હતો અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
મોડાસા રૂરલ પી.આઈ. મુકેશ તોમરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.એચ. ગઢીયા અને તેમની ટીમે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા સીસીટીવી કેમેરા ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોને સક્રિય કરી કોલ્ડ સ્ટોરેજમાં નોકરી કરતા અમરત દેતારભાઈ મકવાણા (રહે, રમોસ-ધનસુરા) અને રાજેશ કેશભાઈ પટેલ (રહે, ગોખરવા-મોડાસા) નામના કર્મચારીઓને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












