Tuesday, June 30, 2026
HomeGeneralમોડાસા: રૂરલ પોલીસકર્મી નશામાં ધૂત બની પત્નીને દહેજ માટે ઢોર માર મારી...

મોડાસા: રૂરલ પોલીસકર્મી નશામાં ધૂત બની પત્નીને દહેજ માટે ઢોર માર મારી ત્રાસ આપતા પોલીસ ફરિયાદ

- Advertisement -

નવજીવન. મોડાસા: અરવલ્લી જીલ્લાના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો પોલીસકર્મી તેની પત્નીને દારૂના નશામાં ધૂત બની તેની પત્ની પર લાકડી વડે તૂટી પડતા મહિલા તેના બાળકો સાથે જીવ બચાવવા રાતોરાત ઘર બહાર નિકળી વાહન મારફતે પિયર પહોંચી ગઈ હતી. જાણે પોલીસકર્મીને ખખીનો પાવર હોય તેમ તેની સાસરીમાં પહોંચી જઈ મારઝૂડ કરતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતાઆખરે મહિલા પોલીસકર્મી પતિના ત્રાસથી થાકી માલપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે.



- Advertisement -

શીણાવાડ ગામના અને મોડાસાની આસ્થા સોસાયટીમાં પરિવાર સાથે રહેતા મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ ધિરભાઈ ડાભીના કોર્ટ મેરેજ માલપુરના સરદારખાંટની મુવાડી ગામના મીનાબેન પુંજાભાઈ ખાંટ સાથે પરિવારજનોની હાજરીમાં થયા હતા. પોલીસકર્મી તેની પત્ની અને બાળકો સાથે મોડાસાની આસ્થા સોસાયટીમાં રહેતો હતો છેલ્લા કેટલાક સમયથી પ્રકાશ ડાભી તેની પત્નીને ઘરકામ અંગે ઝગડો કરી ૨ લાખ રૂપિયા દહેજ અને સોનાના દાગીના લીધા પછી પણ દહેજની માંગણી યથાવત રાખી તેની પત્ની સાથે દારૂના નશામાં મારઝૂડ કરતા અને લાકડાના દંડાના ફડાકા ઝીંકતા મહિલા બેભાન થઇ ગઈ હતી. તેના બાળકોને પણ ફટકારી તને તો પતાવી દેવી છે કહેતા પત્ની અને બાળકો ફફડી ઉઠ્યા હતા. મહિલાએ તેના કોઈ સબંધીને ફોન કરી ગાડી લઇ બોલાવતા મહિલા તેના ત્રણ બાળકો સાથે જીવ બચાવી તેના પિયરમાં જતા રહ્યા હતા.

પોલીસકર્મી તેની પત્નીને લેવા સાસરીમાં પહોંચી તને અને પુત્રને લેવા આવ્યો છું કહી હંગામો કરી મહિલાને બે ત્રણ તમાચા ઠોકી દીધા હતા અને બેફામ ગાળો બોલી તારે અને મારે કોઈ સબંધ નથી તને અને આપણા પુત્ર આયુષને પતાવી દઈશ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલા પોલીસકર્મી પતિના શારીરિક અને માનસિક ત્રાસથી હારી થાકી માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા માલપુર પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.



- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular