Monday, May 4, 2026
HomeGeneralજમ્મુ કાશ્મીરમાં ભિલોડાના રામપુરી ગામના CRPF જવાનનું અગમ્ય કારણોસર મોત: મૃતદેહ માદરે...

જમ્મુ કાશ્મીરમાં ભિલોડાના રામપુરી ગામના CRPF જવાનનું અગમ્ય કારણોસર મોત: મૃતદેહ માદરે વતનમાં લવાયો

- Advertisement -

નવજીવન. ભિલોડા: ભારત દેશના જમ્મુ કાશ્મીર રાજ્યના શ્રીનગરમાં ભિલોડા તાલુકાના રામપુરી ગામના સી.આર.પી.એફ જવાનનું અગમ્ય કારણોસર મોત નિપજ્યું હતું. જવાનનો મૃતદેહ માદરે વતન રામપુરી ગામમાં અંતિમ સંસ્કાર માટે લવાતા સી.આર.પી.એફના જવાનો, રાજકીય, સામાજિક કાર્યકરો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરિવારજનો અને સગાં-સંબંધીઓ હૈયાંફાટ રૂદન કરતા હતા. અરવલ્લી જીલ્લા પંચાયત, સદસ્ય સુભાષભાઈ તબીયારએ જણાવ્યું હતું કે ભિલોડા તાલુકાના રામપુરી ગામના મુળ વતની ભરતભાઈ નાથુભાઈ તબીયાર, (આશરે ઉંમર વર્ષ-43) (સી.આર.પી.એફ જવાન) જમ્મુ કાશ્મીર રાજ્યના મુખ્ય પાટનગર શ્રીનગર ખાતે ફરજ બજાવતા જવાનનું અગમ્ય કારણોસર મોત નિપજ્યું હતું.

- Advertisement -



માં ભોમની રક્ષા કરવા માટે રામપુરી ગામના યુવાન સી.આર.પી.એફમાં વર્ષોથી જોડાયા હતા. મૃતક જવાનના પત્ની અને બે બાળકો સહિત પરિવારજનો  ચોંધાર આંસુએ પોંક મુકીને કલ્પાંત કરતા હતા. રામપુરી ગામમાં ધેરો શોક છવાયો હતો.


- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular