Sunday, April 26, 2026
HomeGeneralમોડાસા: હોસ્ટેલમાં રહેતા ધો.૧૨ ના વિદ્યાર્થીએ પંખા પર લટકી આત્મહત્યા કરી લેતા...

મોડાસા: હોસ્ટેલમાં રહેતા ધો.૧૨ ના વિદ્યાર્થીએ પંખા પર લટકી આત્મહત્યા કરી લેતા ચકચાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મોડાસા: આજે દરેક વિદ્યાર્થી શ્રેષ્ઠ કરવાની ઈચ્છા રાખે છે. અને જ્યારે તે નથી કરી શકતો, તો તેને તેની જિંદગી ખતમ કરી નાખવાનું સૌથી સરળ લાગે છે.પરીક્ષાનો મોટો હાઉ બાળકોને બોર્ડની પરીક્ષા માટે સતાવે છે. તેથી તેઓ માનસિક રીતે તૈયાર થઈ શકતા નથી. આખા વર્ષ દરમિયાન સારું રિઝલ્ટ લાવવા છતાં બોર્ડની પરીક્ષામાં બેસવા માટે ડરે છે. આ દરમિયાન કેટલીક વાર એવી ઘટનાઓ બને છે કે પરીક્ષા શરૂ થતાંની પહેલાં જ બાળક માનસિક રીતે દબાણમાં આવી આત્મહત્યા કરી લે છે. મોડાસા શહેરની કચ્છ કડવા પાટીદાર હોસ્ટેલમાં અભ્યાસ કરતા ધો.૧૨ના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર પંખા સાથે લટકી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી છે મૃતક વિદ્યાર્થીના પરિવાજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું.



- Advertisement -

ભિલોડા તાલુકાના દહેગમડા ગામનો અને મોડાસા હાઈસ્કૂલમાં ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો મંથન કાંતિભાઈ રાવળ નામનો વિદ્યાર્થી મેઘરજ રોડ પર આવેલી કચ્છ કડવા પાટીદાર હોસ્ટેલમાં રહેતો હતો સોમવારે બપોરે તેની સાથે રહેતા રૂમ પાર્ટનર પ્રાથર્ના હોલમાં અભ્યાસ કરવા જતાં રૂમમાં એકલા રહેલા મંથને અગમ્ય કારણોસર નાયલોનની દોરી રૂમમાં રહેલા સિલીંગ ફેન સાથે બાંધી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી ધો.૧૨ સાયન્સ અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા શૈક્ષણિક જગતમાં ભારે ચકચાર મચી હતી વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે તેની સાથે રહેતા વિદ્યાર્થીઓ પણ મંથને આત્મહત્યા કરી લેતા આઘાતમાં સરી પડ્યા હતા.

મોડાસા કચ્છ કડવા પાટીદાર હોસ્ટેલના ચંદુભાઈ દેવસીભાઈ પટેલે ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક વિદ્યાર્થિની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.




- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular