Saturday, May 2, 2026
HomeGujaratમોડાસા: ડીસ્ટ્રીકટ કોર્ટની બાજુમાં નગરપાલિકાની ડમ્પિંગ સાઈટમાં લાગી ભીષણ આગ, હવા પ્રદુષિત,...

મોડાસા: ડીસ્ટ્રીકટ કોર્ટની બાજુમાં નગરપાલિકાની ડમ્પિંગ સાઈટમાં લાગી ભીષણ આગ, હવા પ્રદુષિત, જુઓ VIDEO

- Advertisement -

નવજીવન.મોડાસાઃ જ્યાં આખાય મોડાસા શહેરનો કચરો ડમ્પ થાય છે તેવી ડીસ્ટ્રીકટ કોર્ટની બાજુમાં મદાપુર રોડ પર આવેલી ડમ્પિંગ સાઈટ પર શનિવારે મોડી રાત્રે એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો હતો. ડમ્પિંગ સાઈટ પર આગ લાગતા લબકારા મારતી આગ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો જોકે મોડી રાત્રે કચરાના ઢગલામાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

મોડાસા નગરપાલિકા હદ વિસ્તારમાં કાર્યરત ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરી આ ઘન કચરાનો નિકાલ મદાપુર માર્ગે આવેલા ડમ્પિંગ સાઈટે કરવામાં આવી રહ્યો છે. આ ડમ્પિંગ સાઈટ પર શનિવારે મોડી રાત્રે આગ લાગતા હજ્જારો ટન કચરામાં પવનને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નગર પાલિકા તંત્રમાં ભારે દોડધામ મચી હતી. આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. ડમ્પિંગ સાઈટમાં આગ લાગતા અને થોડાક જ સમયમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરા તફરી મચી હતી ડમ્પિંગ સાઈટમાં આગ લાગતા હવામાં પ્રદૂષણ ફેલાયું હતું.

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular