નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદમાં આજે ગાંધી બ્રિજ નજીક મેટ્રો ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી હતી. વહેલી સવારે લેવામાં આવેલી ટ્રાયલ દરમિયાન અમદાવાદીઓમાં મેટ્રો ટ્રેન જલ્દી જ શરૂ થશે તેવી આશાના અંકુર ફૂટ્યા હતા.
આજે વહેલી સવારે બ્રિજ પરથી પસાર થયેલી મેટ્રો ટ્રેનનો નજારો અદભુત અને નયનરમ્ય હતો. અમદાવાદમાં ઘણા લાંબા સમયથી મેટ્રો ટ્રેનની કામગીરી ચાલુ છે. લોકો ઘણા સમયથી આ કામગીરીને લઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ જલ્દી જ શરૂ થઈ જાય અને લોકોની સમસ્યાઓનું સમાધાન થાય તેવી લોકમાગ ઉઠી છે.
જોકે કોઈ મોટા નેતા આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરે અને તેને લીલી જંડી બતાવે નહીં ત્યાં સુધી લોકોએ ચોક્કસ રાહ જોવી જ રહી. આવો જોઈએ ટ્રાયલનો વીડિયો…
Video: અમદાવાદના ગાંધી બ્રિજ પાસે વ્હેલી સવારે મેટ્રો ટ્રેનની ટ્રાયલ લેવાઈ#Ahmedabad #MetroTrain #NavajivanNews #Gujarat pic.twitter.com/vCqTdjDbrc
— Navajivan News (@NewsNavajivan) July 19, 2022








