Saturday, March 15, 2025
HomeGeneralયુવતીના નિર્વસ્ત્ર મૃતદેહ મામલે મોટા સમાચાર, જીજ્ઞેશ મેવાણીના અલ્ટીમેટમ બાદ કાર્યવાહી તેજ

યુવતીના નિર્વસ્ત્ર મૃતદેહ મામલે મોટા સમાચાર, જીજ્ઞેશ મેવાણીના અલ્ટીમેટમ બાદ કાર્યવાહી તેજ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ Mehsana News: મહેસાણામાં નોકરી પર ગયેલી દલિત પરિવારની દીકરી ગુમ થતાં પરિવારે પોલીસ (ફરિયાદ નોંધાવી હતી. જોકે નોકરી પર ગયેલી દીકરી કાયમ માટે ઘરે નહીં ફરે તેવું પરિવારને કલ્પના પણ ન હતી. કારણ કે દીકરી ગુમ થઈ તેના બે દિવસ બાદ તેની નગ્ન અવસ્થામાં લાશ હાઈવે પાસેના એક એરંડાના ખેતરમાંથી મળી હતી. આ મામલે દીકરીના પરિવારે આરોપી નહીં પકડાય અને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહને(Girl’s dead body) સ્વીકારવાની મનાઈ ફરમાઈ હતી. ત્યારે આખરે આજે પોલીસ દ્વારા એક શકમંદને ઝડપીને પુછપછ કરવામાં આવતા પોલીસને (Mehsana Police)આ કેસમાં સફળતા મળી હોવાનું પોલીસ જણાવી રહી છે.

મહેસાણાના વાલમ (Valam) ગામની યુવતી શહેરના એક મોલમાં નોકરી કરતી હતી. રોજ બરોજની જેમ ગત 25 એપ્રિલના દિવસે નોકરી પર ગયા બાદ દીકરી ઘરે પરત ફરી ન હતી. દીકરી ઘરે ન આવતા પરિવારે શોધખોળ કર્યા બાદ આખરે પોલીસમાં દીકરી ગુમ થયાની ફરિયાદ આપી હતી. દીકરી ગુમ થયાના બે દિવસ બાદ બાસણા (Basna)ગામના હાઈવે નજીકના એક ખેતરમાંથી મહેસાણા પોલીસને એક નગ્ન અવસ્થામાં અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં વાલમ ગામની ગુમ થયેલી દીકરીનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -

દીકરીના મૃતદેહના ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દીકરીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. દીકરીને દુપટ્ટાથી ગળી દબાવી ત્યારબાદ બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. જોકે દીકરી સાથે દુષ્કર્મ થયું છે કે કેમ તે અંગેનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટતા થશે.

આ ઘટનાને પાંચ જેટલા દિવસ બાદ પણ મહેસાણા પોલીસને આરોપીની ભાળ નહીં મળતા દીકરીના પરિવારને ન્યાય અપાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani) પરિવાર સાથે ધરણા પર બેઠા હતા. સાથે જ પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. મહેસાણા પોલીસના હાથે આરોપી ન ઝડપાતા જીગ્નેશ મેવાણી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, CID અને SITની ટીમ દ્વારા ઘટનાની તપાસ કરાવવા માગ કરી હતી. જીજ્ઞેશ મેવાણીએ ચિમકી ઉચ્ચારી હતી કે આરોપીઓ 24 કલાકમાં નહીં ઝડપાય તો રોડ પર ઉતરવાની ફરજ પડશે.

જીગ્નેશ મેવાણીના અલ્ટીમેટમ બાદ રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંધવીએ (Harsh Sanghavi) મહેસાણામાં બનેલા હત્યા કેસને લઈને એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મહેસાણામાં બનેલી ઘટના ખુબ જ દુઃખદ ઘટના છે. આ ઘટનામાં મહેસાણા પોલીસ તપાસ ચલાવી રહી છે. તેમજ તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આજથી તપાસમાં જોડવામાં આવી છે અને દીકરીના પરિવારને ઝડપથી ન્યાય મળે તે માટે ક્રાઈમ બ્રાન્ચની એક ખાસ ટીમને કામગીરી સોંપવામાં આવી છે.

- Advertisement -

રહસ્યમય રીતે મળી આવેલા મૃતદેહ અંગે આજે પોલીસે એક શંકમદને ઝડપીને પુછપછ કરતા તેણે જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. વિજય ઠાકોર નામના રિક્ષા ચાલક પાસેથી યુવતીનો મોબાઈલ ફોન મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે સતત વિજયની પુછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો અને તેણે જ યુવતીનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. આ હત્યાના બનાવ અંગે થોડી જ વારમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી પત્રકાર પરિષદ યોજશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular