Friday, April 17, 2026
HomeGujaratઅંધશ્રદ્ધાનો હદ વટાવતા કિસ્સો! ભૂવાના ચક્કરમાં ફસાયેલા પરિવારની ભૂલના કારણે કિશોરીને સમયસર...

અંધશ્રદ્ધાનો હદ વટાવતા કિસ્સો! ભૂવાના ચક્કરમાં ફસાયેલા પરિવારની ભૂલના કારણે કિશોરીને સમયસર સારવાર ન મળતા મોતને ભેટી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અરવલ્લી: Aravalli News: આપણો દેશ વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભણી રહ્યો છે, ટેકનોલોજીમાં નવા-નવા સંશોધન થઈ રહ્યા છે. છતાં દેશના ગ્રોન્થ એન્જિન તરીકે ગણાતા ગુજરાતમાં આજે પણ વિજ્ઞાનના જમાનમાં અજ્ઞાનતા જોવા મળી રહી છે. ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં ભયંકર પોરવાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક અંધશ્રદ્ધાનો (Superstition) આંખ ઉઘાડતો કિસ્સો ઉત્તર ગુજરાતના અરવલ્લી માંથી સામે આવ્યો છે. એક પરિવારે પોતાની ભૂલના કારણે માઠા પરિણામ ભોગવવા પડ્યા છે અને પોતાની દીકરી ગુમાવવી પડી છે. કિશોરીને સાપે ડંખ મારતા ઝેરની અસર થઈ હતી. પરિવાર બાળકીને હોસ્પિટલ લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ જતા આજે બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : એ માસૂમની શું ભૂલ ! પરિવારની અંધશ્રદ્ધાની અંધાળી દોટમાં બાળકી જીવન મરણની લડી રહી છે લડાઈ

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં એક ખેડૂતોની દીકરી ઘરના પ્રાંગણમાં રમી રહી હતી. તે દરમિયાન સવારના સમયે એક ઝેરી સાપે કિશોરીને ડંખ માર્યો હતો. જેના પગલે કિશોરીએ બૂમાબૂમ કરતા પરિવારના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કિશોરીને ઝેરને અસર થતાં તેની તબિયત લથડી હતી. જેથી તેને પરિવારે હોસ્પિટલમાં લઈ જવાના બદલે ગામમાં ભૂવા પાસે લઈ ગયા હતા. ભૂવાએ સાપાનું ઝેર ઉતારવાની ખાતરી આપી વિધિ કરી હતી. જોકે કિશોરીની તબિયતમાં કોઈ સુધારા ન આવતા મોડે મોડે જાગેલો પરિવારને કિશોરીને હોસ્પિટલ લઈ જવાનું સમજાયું હતું અને તેને તાત્કાલિક અરવલ્લીની સરકારી હોસ્પિટલ મોકલી આપી હતી. પરંતુ કિશોરીને સમયસર સારવાર ન મળતા સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

આ પણ વાંચો : અંધશ્રદ્ધામાં વધુ એકવાર પરિવારે ગુમાવી પોતાની માસૂમ દીકરી, જાણો ક્યાંનો છે મામલો

કિશોરીના મૃત્યુના સમાચાર સંભાળતા પરિવારના પગે નીચેથી જમીન સરકી ગઈ હતી. જો બાળકીને પરિવારજનો સમયસર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હોત તો તેમની બાળકીને જીવ ગુમાવાનો વખત ન આવતો. પણ અંધશ્રદ્ધામાં ગળાડૂબ બનેલા વાલીઓને પોતાની ભૂલ બાદ પાસ્તાવો થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરના વડગામમાં પણ અંધશ્રદ્ધાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં એક શ્રમિક પરિવારે તેમની બાળકીને ન્યુમોનિયા થઈ જતા ડૉકટર પાસે બાળકીની સારવાર કરવાના બદલે ગામમાં ભૂવા પાસે લઈ જતા બાળકીને જીવ ગુમાવવો પડ્યો હતો. આટલા લાલબત્તી સમાન કિસ્સાઓ હાલ જાહેર જીવનમાં સામે આવી રહ્યા છે. છતાં લોકો સુધારવાનું નામ નથી લઈ રહ્યા જેના પગલે માઠા પરિણામ ભોગવવા મજબૂર બનતા હોય છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular