નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ દૂધસાગર ડેરી કૌભાંડ કેસમાં(Dudhsagar dairy Scam Case) વિપુલ ચૌધરીને સુપ્રીમ કોર્ટે દ્વારા વિપુલ ચૌધરી (Vipul Chaudhary)ની જામીન અરજી મંજૂર કરાઈ છે. કોઈપણ શરત વગર તેમના જામીન મંજૂર કરાયા છે. દૂધસાગર ડેરીમાં 800 કરોડથી વધુના કૌભાંડ કેસમાં છેલ્લા કેટલાક સમયથી વિપુલ ચૌધરી જેલમાં બંધ હતા. જોકે વિધાનસભાની ચૂંટણી સમયે વિપુલ ચૌધરીના જામીનને લઈને અરબુદા સેના દ્વારા ધમપછાડા કરવામાં આવ્યા હતા.
રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. તેમણે દૂધસાગર ડેરીના ચેરમેન રહેવા દરમિયાન મિલ્ક કુલરની બલ્કમાં ખરીદી, ડેરીના ચેરમેન તરીકે દૂર કરેલા કોર્ટ કેસનો ખર્ચ ડેરીમાં નાખવો, ટેન્ડર વગર ડેરીના કામ કરવા સહિતના તેમની પર 800 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)દ્વારા વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ જ વિપુલ ચૌધરી પર વર્ષો જૂના કેસમાં ધરપકડ કરવામાં આવતા ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અનેક વાર ઉગ્ર દેખાવ પણ કરવામાં આવ્યો હતો. વિપુલ ચૌધરીના વકીલે સુપ્રીમ કોર્ટમાં અગાઉ બે સપ્તાહનો સમય માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે દલીલ માન્ય રાખતા જામીન અંગેની સુનાવણી ટળી હતી. ત્યારબાદ આજે સુનાવણી હાથ ધરવામાં આવતા સુપ્રિમ કોર્ટે દ્વારા વિપુલ ચૌધરીને કોઈ પણ શરત વગર આ જામીન અરજી મંજૂર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરીની સ્થાપના 1960માં થઈ હતી. વિપુલ ચૌધરી એ મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહ ચૌધરીના પુત્ર છે. વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતના રાજકારણમાં અને સહકારી દૂધ મંડળી ક્ષેત્રેમાં જાણીતું નામ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








