Tuesday, March 17, 2026
HomeGujaratમહેસાણા દૂધ સાગર ડેરી કૌભાંડમાં વિપુલ ચૌધરી સહિત 15 ઓરોપીને કોર્ટે દોષિત...

મહેસાણા દૂધ સાગર ડેરી કૌભાંડમાં વિપુલ ચૌધરી સહિત 15 ઓરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યા, તમામને 7 વર્ષની સજા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ Mehsana News: મહેસાણા દૂધ સાગર ડેરીના કૌભાંડ (Mehsana Dudh Sagar Dairy Scam) અંગે આજે મહેસાણા ડિસ્ટ્રીક્ટ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે દૂધસાગર ડેરીના કૌભાંડ કેસમાં ગુજરાતનાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીને (Vipul Chaudhray) દોષિત જાહેર કર્યા છે. કોર્ટે વિપુલ ચૌધરી સહિત દૂધ સાગર ડેરીના નિયામક મંડળોના સભ્યોને પણ દોષિત જાહેર કર્યા છે. કોર્ટે વિપુલ ચૌધરી સહિત 15 ઓરોપીની દોષિત ઠેરવ્યા છે અને તમામ આરોપીને 7 વર્ષ સજા ફટકારી છે.

મહેસાણાની દૂધ સાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડમાં (Sagardan Scam) વિપુલ ચૌધરીને મોટો ઝાટકો લાગ્યો છે. મહેસાણા ડિસ્ટ્રીક કોર્ટે દૂધસાગરમાં થયેલા સાગરદાણ કૌભાંડ અંગે વિપુલ ચૌધરીને દોષિત જાહેર કર્યા છે. વિપુલ ચૌધરીની સાથે દુધસાગર ડેરીના નિયામક મંડળાના સભ્યોને પણ કોર્ટે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 4 આરોપીઓને શંકાના આધારે કોર્ટે લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે જુદી-જુદી કલમો હેઠળ વિપુલ ચૌધરી સહિતના 15 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2014માં દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ અંગે 22 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં 22 આરોપીમાંથી 3 આરોપીઓ ચુકાદો આવે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. જેથી હવે 19 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં 23 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી.

- Advertisement -

શું છે સાગરદાણ કેસ

દૂધસાગર ડેરીમાંથી મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવામાં આવ્યું હતું. આ સાગરદાણ અંગે કોઈપણ જાતની મંજૂરી લીધા વીના જ મહારાષ્ટ્રની મહાનંદ ડેરીને મોકલવામાં આવ્યું હતું. જેના કારણે દૂધસાગર ડેરીને રૂપિયા 22 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. વિપલ ચૌધરી પર આરોપ છે કે, તેમને NDDBના ચેરમેન બનવાની ઈચ્છા હતી. જેથી તત્કાલિન કૃષિમંત્રીને સારુ લગાડવા માટે સાગરદાણ મોકલ્યા હતા. તે સમયે તત્કાલિન કૃષિમંત્રી પદે શરદ પવાર હતા. સાગરદાણ GMMFCની મંજુરી વિના જ મહારાષ્ટ્ર મોકવામાં આવ્યું હતું અને સાગરદાણ મોકલવાનું કારણ મહારાષ્ટ્રમાં દુકાળ હોવનું આગળ ધર્યું હતું.

દૂધસાગર ડેરીમાં ચૂંટણી લડીને વિપુલ ચૌધરી ચેરમેન બન્યા હતા. 17 ઓગસ્ટ 2018ના દિવસે વિુપલ ચૌધરીને સાગરદાણ કૌભાંડના જવાબદાર ઠેરવાયા હતા. ત્યાર બાદ 30 દિવસમાં વિુપુલ ચૌધરીને રકમ પરત કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, સાથે જ વિપુલ ચૌધરીને ડેરીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવાયો હતો. જોકે પ્રતિબંધ હોવા છતાં વિુપલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણી લડ્યા હતા અને દૂધસાગર ડેરીના ચેરમેન બન્યા હતા. તેઓ ભાજપમાં હતા ત્યારે GMMFCના ચેરમેન પણ બન્યા હતા. ચેરમેન બન્યા બાદ તેમને હાઈકોર્ટના આદેશથી બરતરફ કરવામાં આ્યા હતા. વિપુલ ચૌધરી ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા અને ગૃહમંત્રી પણ બન્યા બતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular