નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: Banaskantha News: ગુજરાતમાં દારૂબંધીની કોઈ અમલવારી ન થતી હોવાના આરોપો સાથે અવાર-નવાર બનાસકાંઠાના વાવના આક્રમક ધારાસભ્ય ગેની બેન ઠાકોર (Geniben Thakor) સરકાર સામે પ્રહાર કરી ચુક્યા છે. ગેનીબેન તેમના વિસ્તારમાં દારૂના વેપાલ સામે અનેક વખત નિડર બની અવાજ ઉઠાવી જનતા રેડ પણ કરી ચુક્યા છે. તેમજ વિસ્તારમાં દારૂ (Liquor) વેચાતું હોવાને લઈ પોલીસ અને બુટલેગરોની મિલીભગતના પણ આક્ષેપ કરી ચુક્યા છે. ત્યારે તેમનો જ સગો ભાઈ દારૂની બોટલ સાથે ઝડપાતા ‘વાડ જ ચીભડાં ગળે’ તેવો ઘાટ ઘડાયો છે. દારૂના વેચાણ સામે આક્રમકતાથી લડત ચલાવતા ગેનીબેનના સગા ભાઈ પાસેથી બે વિદેશી દારૂની બોટલ મળી આવતા ચકચાર મચી ગઈ છે, LCBએ ગેનીબેનના ભાઈને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા LCBએ અબસાણા ગામે બાતમીના અધારે રેડ કરી હતી. આ દરમિયાન બાતમીવાળી જગ્યા પરથી 4 બોટલ દારૂ મળી આવ્યો હતો, ત્યારે આ સ્થળ પરથી રમેશ ઠાકોર નામનો વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમજ તેની પાસેથી 2 વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી. ત્યાર બાદ સામે આવ્યું હતું કે, પકડાયેલો વ્યક્તિ વાવના ધારાસભ્ય ગેનીઠાકોરનો સગો ભાઈ છે. LCBએ આરોપીની અટકાયત કરી ભાભર પોલીસને સોંપ્યો હતો. જે મામલે ભાભર પોલીસે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગેનીબેન ઠાકોર બુટલેગરો અને પોલીસ સામે અનેક વાર આક્ષેપો કરી ચૂક્યા છે. તેમણે પોલીસ પર આક્ષેપ કર્યા હતા કે દારૂબંધીનો અમલ કરવવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ત્યારે હવે તેમનો જ સગો ભાઈ દારૂની બોટલો સાથે પકડાતાં લોકો સોશિયલ મીડિયામાં તેમને ટ્રોલ કરી રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








