નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદના એસજી હાઇવે પર વધુ એક ગુનાહિત ઘટના બની હોવાનું સામે આવ્યું છે. એસજી હાઈવે પર આવેલા વૈષ્ણો દેવી સર્કલ પાસેથી એક યુવકની લાશ મળી આવી છે. અહીં સર્કલ પર એક બિનવારસી રિક્ષામાંથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે જેમાં ઘણી શંકાઓ ઉપજે તેમ છે. પોલીસે આ ઘટનામાં વધુ તપાસનો દોર શરૂ કર્યો છે.
અમદાવાદના એસજી હાઈવે પર આવેલા વૈષ્ણો દેવી સર્કલ પાસેથી એક ઓટો રિક્ષા કે જે બિનવારસી હાલતમાં પડી હતી તેમાંથી યુવકની લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રારંભીક તપાસમાં યુવકનું નામ હાર્દિક ઠક્કર હોવાનું સામે આવ્યું છે. સોલા પોલીસે યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. હાર્દિક ઠક્કર નામનો આ યુવક પાટણના હારીજનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ જ્યારે અહીં પહોંચી ત્યારે યુવકની લાશ સળગેલી હાલતમાં હોવાની ખબર પડી હતી. તેના મૃતદેહ પર કેટલાક ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. જોકે યુવકનું મૃત્યુ થયા પાછળનું સચોટ કારણ સહિત વિવિધ એક્ઝામિનેશનને લઈને પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








