Wednesday, February 18, 2026
HomeGeneralવીડિયો- બેફામ ઈકો ચાલકે મહિલા અને બાળકોને ઉડાવ્યા: વિસનગર

વીડિયો- બેફામ ઈકો ચાલકે મહિલા અને બાળકોને ઉડાવ્યા: વિસનગર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: Mehsana Accident Video: રાજ્યમાં માર્ગ અકસ્માતની (Road Accident) સંખ્યમાં ભયજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બેફામ વાહન ચાલકોના કારણે કેટલાય રાહદારીઓને જીવ સુદ્ધા ગુમાવવો પડે છે. આવી જ ઘટના સામે આવી મહેસાણાના (Mehsana) ઊંઝા હાઇવે પરથી જેમાં બાળકો અને મહિલાને બેફામ ઈકો કારે (eeco car accident) અડફેટે લઈ ઉડાવી દિધા હતા. આ ઘટનાનો વીડિયો (Video) પણ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે વાહન ચાલકે કેવી રીતે પૂરપાટ ઝડપે રાહદારીઓને ઉડાવ્યા હતા. આ ઘટનામાં એક બાળક તેમજ એક મહિલાનું મોત નિપજ્યા હોવાના અહેવાલ છે.

મળતી વિગતો અનુસાર વિસનગર નજીક મહેસાણા ઊંઝા હાઇવે પર રાહદારીઓને કાર ચાલકે ઉડાવતા બે વ્યક્તિના મોત થયા છે. જેમાં એક બાળક અને એક મહિલા મોતને ભેટ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે અન્ય એક બાળક અને એક મહિલા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાના વીડિયો સામે આવતા સમગ્ર ઘટના પરથી પડદો ઉઠ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે, મહિલાઓ અને બાળકો હાઇવે ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન હાઇવે પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા ઈકો ચાલકે તેમને ઉડાવ્યા હતા. આ સમયે કારની સ્પીડ એટલી વધારે હતી કે મહિલાઓ અને બાળકો રીતસર ફંગોળાઈ અને દૂર જઈ પડ્યા હતા.

- Advertisement -

આ ઘટનાને પગલે આસપાસના રહીશો અને રાહદારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાને અંજામ આપનારો ડ્રાયવર લોકોના ટોળા જોઈ સ્થળ પર જ વાહન છોડી નાસી ગયો હતો. આ ઘટનામાં તમામ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ તેમાંના એક બાળક અને એક મહિલા મોતને ભેટ્યા છે. જ્યારે અન્ય સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત સર્જનાર વાહનનો કબ્જો લઈ ડ્રાયવરની શોધખોળ આદરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular