નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના વધુ એક વિસ્તાર પર બુલડોઝર એક્શન લેવામાં આવી છે. હમણાં જ ચંડોળા તળાવ પરના 3.5 લાખ એકર જમીન પર ડિમોલિશન કાર્યવાહી કરીને તેમાં ઘણા દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. હવે આવી જ રીતે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પણ મોટાપાયે દબાણો હટાવવાની કામગીરી શરૂ થઈ છે. બાપુનગરમાં અકબરનગર વિસ્તારમાં આજે ગુરુવારે 400થી વધારે કાચા-પાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે, બાપુનગરના અકબરનગર વિસ્તારમાં ગેરકાયદે દબાણો કરી બેઠેલા લોકોને અગાઉથી જ બાંધકામ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેમાં ઘણા લોકો તો એવા પણ હતા કે તેઓ વટવા વિસ્તારમાં વસાહતમાં મકાન ફાળવી દેવાયા હતા છતાં ત્યાંથી અહીં પાછા રહેવા લાગ્યા હતા.
આ કાર્યવાહી માટે કોર્પોરેશન દ્વારા 4 જેસીબી, 8 હિટાચી મશીન અને અન્ય ટ્રકનો ઉપયોગ કરી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ પર કોઈ અણબનાવ બને નહીં તે માટે આજે સવારથી જ પોલીસ કાફલો સ્થળ પર ગોઠવાઈ ગયો હતો. તંત્રનું બુલડોઝર આવી જતાં લોકોએ તુરંત પોતાના બાંધકામના સામાન વસ્તુઓ હટાવવાની શરૂઆત કરી દીધી હતી. આપને જણાવી દઈએ કે અગાઉ બાપુનગર વિસ્તારના આ અકબરનગરના છાપરા તરીકે ઓળખાતા વિસ્તારના કેટલાક શખ્સોએ પોલીસને પણ તલવાર અને ચપ્પુ બતાવવાની હિંમત કરી હતી. આ તત્વો રખિયાલ પોલીસને ધમકાવી ચુક્યા છે. આ વિસ્તાર કોર્પોરેશનની માલિકીનો હોઈ હવે અહીં બુલડોઝર ચાલ્યા છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








