Sunday, July 13, 2025
HomeGujaratAhmedabad‘મીડિયા કા લોકતંત્ર’ : માર્કેટની અંકુશમાં મીડિયા કેવી રીતે?

‘મીડિયા કા લોકતંત્ર’ : માર્કેટની અંકુશમાં મીડિયા કેવી રીતે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): “જબ મૈં કિતાબોં કો ઊઠાતા હૂં. ઔર મહસૂસ કરના ચાહતા હૂ કિ અનુભૂતિ કૈસી હૈ. ઔર ઇસી તરહ કી લિખાવટ ઉનકી રચના મેં રહી હૈ. ડો. ઘોષ કહાં કરતે થે કી સોચો નહીં, કે લોગ તુમ્હારે બારે મેં ક્યાં સોચતે હૈ. અપને સત્ય કે બારે મેં સોચો. ઔર વો ભી કોઈ બડ઼ા દાર્શનિક સત્ય નહીં. ઉતના હી છોટા જિતના તુમ્હેં જન્મ સે મિલા હૈ. ઔર આદમી કી દેહ ઉતના હી સચ બર્દાશ્ત કર સકતી હૈ, જિતની ઉસકી સિમાએ ઉસકે મા-બાપ નિર્ધારીત કરતે હૈ. તો યે જો કન્ડીશનીંગ આપકી હુઈ હૈ. ઉસ કન્ડશનિંગ સે હમ જૈસે લોગ લડ રહે હૈ. યે જો કિતાબ હૈ ‘રાત કા રિપોર્ટર’. બહુત પહલે કભી પઢી થી તબ સબ કુછ દિમાગ સે મિટ ગયા થા. યે કિતાબ કો પઢને લગા તો ઐસા લગા કી કોઈ લેખક મેરે લિએ લિખકર ચલા ગયા હૈ; કી કિસી વક્ત મેં જબ તુમ્હ બહોત તરહ કી છાયાંઓ સે ડરને લગ જાઓગે, બહુત તરહ કી આહટો સે ગભરાહટ હો જાયે – તો યે કિતાબ મેં તુમ્હારી અલમારી કે સામને રખ જાતા હૂં. જહાં તુમ પઢતે હો, કભી તુમ પઢ લેના. એક સમય મેં ઇસ ‘રાત કે રિપોર્ટર’ મેં પાઠક, ફીર ધીરે ધીરે પાઠક સે મેં પાત્ર નજર આને લગા. ઔર સમય કે દોર કે બાદ ઉસમેં કાફી બદલાવ આ ગયા. લેકિન હમ સબ સમજ સકતે હૈ કી એક રાઇટરને સ્ટેટ કે ડર કો અપની ઇસ કહાની મેં કિતની ખૂબસુરતી સે, ઔર બહોત પ્રામાણિક તરીકે સે દર્જ કિયા હૈ.” – રવિશકુમાર મીડિયા વિશ્લેષક વિનીત કુમાર (Vineet Kumar)પ્રકાશિત પુસ્તક ‘મીડિયા કા લોકતંત્ર’ (Media Ka Loktantra) વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે તેમણે આ કહ્યું હતું. મીડિયા પર સમયે-સમયે લખાયું છે અને રવિશ કુમાર માને છે કે વિનીત કુમારે જે હાલમાં લખ્યું છે તેના પૂર્વે 2010ના અરસામાં નિર્મલ કુમારે ‘રાત કા રિપોર્ટર’ નામની નવલકથા લખી હતી; તે પણ મીડિયાના સત્યને બયાન કરતી હતી, તેનો ઉલ્લેખ કર્યો છે. આ નવલકથામાં નાયક પત્રકાર રિશી છે. જેનો આંતરિક દ્વંદ તેને બહાર દેખાતી સામાજિક વાસ્તવિકતાથી જન્મ્યો છે. પરિસ્થિતિએ તેને અસ્વસ્થ અને શંકાશીલ બનાવ્યો છે. તેની ચારે તરફ અંધકારનું સામ્રાજ્ય છે અને તેનું અંતર્જગત પણ તેમાં સપડાયેલું છે. આ એવી કથા છે, જે એક બુદ્ધિજીવી પર પડતા દબાણને રેખાંકિત કરે છે અને તે દબાણ તેના વ્યવહારમાં દેખા દે છે. રવિશ કુમારે આ નવલકથાની વાત પછી વિસ્તારથી કરી છે, પણ આજે મૂળ વિષય છે હાલમાં વિનીત કુમાર દ્વારા લિખિત પુસ્તક : ‘મીડિયા કો લોકતંત્ર’.

વિનીત કુમાર પુસ્તકની ભૂમિકામાં લખે છે કે, “13 ડિસેમ્બર 2023 દેશના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મીડિયાને સંબોધિત કરતી વેળાએ એવી જાણકારી આપી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેતૃત્વમાં જી20નું સંમેલનનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આ સફળ આયોજન માટે દેશ વતી વડા પ્રધાનને અભિનંદન પાઠવતો એક પ્રસ્તાવ રજૂ કર્યો અને જેને સર્વસંમત્તિથી પાસ કરવામાં આવ્યો. અને એમ પણ કહ્યું કે, વડા પ્રધાનના સફળ નેતૃત્વ અને દૃઢ ઇચ્છાશક્તિની ચર્ચા પૂરી દુનિયામાં થઈ રહી છે, અને જી20 શિખર સંમેલન સફળ મહેમાનગતિ કરવાના પ્રતિક તરીકે જોવાશે. અનુરાગ ઠાકુર મુજબ તો વડા પ્રધાન ‘મેન ઑફ ગ્લોબલ એલાયન્સ’ની રીતે પોતાની છબિ છોડી છે. જોકે 14 ડિસેમ્બર 2023ના રોજ જ્યારે વડા પ્રધાન બીના, મધ્યપ્રદેશમાં પેટ્રો કેમિકલ્સ કોમ્પલેક્સના ઉદ્ઘાટનના ક્ષણે ઉપસ્થિત લોકોને સંબોધતી વેળાએ જી20ની ચર્ચા કરી અને તે વખતે અલગ-અલગ હરોળમાં બેસેલા લોકોએ તેમને પ્રશ્ન કર્યા – હાલમાં જી20 થઈ છે, તેને ખૂબ મોટી સફળતા મળી છે, તેનો શ્રેય કોને જાય છે? આ કોણે કરી દેખાડ્યું છે? પ્રશ્ન કર્યા બાદ થોડી વાર સુધી મૌન રહ્યા બાદ અસ્પષ્ટ અવાજમાં વડા પ્રધાન કહે છે કે, “આ મોદીએ નથી કર્યું, પરંતુ તમે સૌએ કરી દેખાડ્યું છે. આ તમારુ સામર્થ્ય છે. આ 140 કરોડ ભારતીયોની સફળતા છે, મિત્રો. આ ભારતની સામૂહિક શક્તિનું પ્રમાણ છે. આટલું બોલ્યા બાદ ચારેતરફ તાળીઓનો ગડગડાટ સંભળાય છે.”

- Advertisement -

વિનીત કુમાર લખે છે તેમ કે 13 સપ્ટેમ્બરમાં સંસંદમાં વડા પ્રધાનને જી20 યોજનાનો સફળ આયોજનનો શ્રેય આપ્યા બાદ તેના દસ દિવસ પછી 23 તારીખે કાશીમાં યોજાયેલા સાંસ્કૃતિક મહોત્સવમાં પણ તેમણે આ મુજબ કહ્યું : “જી20 સમિટ દ્વારા ભારતે પૂરા વિશ્વભરમાં પોતાનું નામ કર્યું છે, પરંતુ તેમાં કાશીની ચર્ચા વિશેષ છે. કાશીની સેવા, સ્વાદ અને સંગીત. જી20માં જે-જે મહેમાન કાશી આવ્યા, તે પોતાની સ્મૃતિ સાથે લઈ ગયા છે. હું માનું છું કે જી20ની અદ્ભુત સફળતા મહાદેવના આશિર્વાદથી સંભવી શકી છે.”

પુસ્તકની ભૂમિકામાં વિનીત કુમાર આ ઘટનાનું મીડિયાની દૃષ્ટિથી વિશ્લેષણ કરતા લખે છે : “સ્વાભાવિક છે કે જી20ને લઈને વડા પ્રધાન જ્યાં જ્યાં ગયા અને જે કંઈ કહ્યું, તેને કોર્પોરેટ મીડિયાએ સારું એવું કવરેજ તો કર્યું, પણ પ્રાઇમ ટાઇમના કાર્યક્રમમાં પણ તેમનાં વક્તવ્યોને જગ્યા ફાળવી. આવાં તમામ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કર્યું. ‘આજતક’ દ્વારા આ આયોજનની સમાપ્તિ વેળાએ શોનું નામ આપ્યું – વો સિંકદર કહલાતા હૈ. – એ કહેવાની જરૂર નથી કે આ વક્તવ્યો અને મીડિયાના બેક ટુ બેક કાર્યક્રમોએ જી20ની સફળતાને લઈને વડા પ્રધાને દેશના 140 કરોડ લોકોની ખૂબ જ ઉદાર, દેશભક્ત અને મનને આકર્ષનારી છબિ ઘડી હતી. એક સામાન્ય નાગરિકની આ આયોજનને સફળ બનાવવા માટે ભલે કોઈ જ ભૂમિકા ન રહી હોય, પરંતુ વડા પ્રધાનના આવું કહેવાથી એક અસર જન્મે છે અને તે એક નાગરિક હોવાથી માત્ર આ કાર્યક્રમની ઉપલબ્ધિનું કારણ માની લે છે. રાષ્ટ્રભક્તિની નવી વ્યાખ્યા આવી રીતે ઘડાય છે.”

પ્રજાને એમ લાગે કે તેમણે આ સંમેલન સફળ બનાવ્યું છે અને સાથે સાથે વડા પ્રધાનનો પણ જયજયકાર દેશ અને વિદેશમાં થાય, તે રીતનું થયેલું આયોજન પાછળ વિનીત કુમાર એક વ્યાપક રણનીતિ જુએ છે. આ રણનીતિના એકેએક પાસાંને તે બારીકાઈથી જુએ છે અને લખે છે કે, “ભારતની આગેવાની હેઠળ આયોજિત જી20 શિખર સંમેલનની બ્રાન્ડિગ માટે વિદેશ મંત્રાલયે જી20 સચિવાલય તરફથી બ્રાન્ડ પ્રમોશન માટે પ્રસ્તાવ મંગાવવામાં આવ્યા હતા. આ પ્રસ્તાવના 38 પાનાંઓમાં આવેદન ફોર્મ સહિત તમામ શરતોની ચર્ચા કરવામાં આવી છે.” વિનીત કુમાર આ મુદ્દાની લાંબી ચર્ચા કર્યા બાદ લખે છે કે; “જી20 સચિવાલય તરફથી મૂલ્યાંકન કર્યા બાદ આખરે ‘મેસર્સ મેક્કન ઇરિક્શન(ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ’ને જી20ના બ્રાન્ડિંગની જવાબદારી સોંપવામાં આવે છે. આ કંપનીને જવાબદારી સોંપવાનું કારણ એ દર્શાવવામાં આવ્યું કે તેઓએ સૌથી ઓછી રકમ માંગી હતી.” આ કંપનીના ભારતના સીઈઓ પ્રસૂન જોષી છે. પ્રસૂન સરકારની ગુડબુકમાં છે અને તેમની વિશેષતા વિશે વિનીત કુમાર વિસ્તાર લખે છે. તેઓ ગીતકાર પ્રસૂન જોષીએ જે રીતે માર્કેટમાં અસર પાડી છે તેની પણ મુદ્દાસર વાત લખે છે. એક સ્થાને વિનીત લખે છે : “બ્રાન્ડ પોઝિશનિંગ અને સ્ટ્રેટજી, માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગની તાકાત અને ક્ષમતા એટલી વિશાળ છે કે બજાર અને વ્યવસાયથી આરંભાયેલી તેની સફર ધીરે-ધીરે લોકતંત્ર અને તેના વિવિધ એકમો સુધી ઝડપથી પ્રસરે છે, તેમાં મીડિયા ઊપરાંત અન્ય શાસકિય વ્યવસ્થા પણ સમાવિષ્ટ છે.” આગળ તેઓ લખે છે : “રસપ્રદ બાબત એ છે કે આ બધું પારદર્શી છે અને દેશના નાગરિકોની આંખ સામે થઈ રહ્યું છે. …એક અમેરિકી મૂળની પીઆર કંપનીને જવાબદારી આપી છે, તેની તરફથી ‘ભારત કી આત્મા’ એવું સ્લોગન આવે છે. અને સમાચાર ચેનલની તરફથી આ પૂરા કાર્યક્રમથી –વો સિંકદર કહલાતા- એવું મથાળું આપે છે.” આ બધું વેગવેગળનું નથી પરંતુ શિસ્તબદ્ધ રીતે ચાલે છે અને એટલે જ લંડનમાં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ થાય છે ત્યારે તે ઇન્ટરવ્યૂ લેનારાં સૌથી યોગ્ય વ્યક્તિ તરીકે પ્રસૂન જોષી હોય છે. અને આવા ઇન્ટરવ્યૂ માટે કોઈ પત્રકારની તો જરૂરિયાત જ ક્યાંથી હોય?

- Advertisement -

મીડિયાની ન સમજાય તેવી ભૂમિકા અને સામાન્ય રીતે એમ લાગતું હોય કે મીડિયાના આ બિંદુઓ બિલકુલ વેગળા છે. પરંતુ તેવું નથી અને તે બિંદુઓ શિસ્તબદ્ધ રીતે કેવી રીતે તે કાર્ય કરે છે તેવું વિનીત કુમાર આપણી સમક્ષ મૂકી આપે છે. વિનીત કુમાર છેલ્લા બે દાયકાથી મીડિયાનું વિશ્લેષણ કરતાં આવ્યા છે અને તેમનું વિશ્લેષણ રવિશ કુમાર જેવા કડક સમીક્ષકને પણ યોગ્ય લાગે છે એટલે જેઓને મીડિયાની અંદરની વાત જાણવી હોય તેમણે આ પુસ્તક અચૂક વાંચવું રહ્યું. રાજકલમ પ્રકાશન દ્વારા હિંદી ભાષામાં તે પ્રકાશિત થયું છે, તેની કિંમત 325 છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular