નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: આજરોજ ‘જન અભિયાન બદલે ગુજરાતના’ નેજા હેઠળ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા (Former CM Suresh Mehta) દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેતાએ જણાવ્યું હતું કે ‘દેશ એક એવા પડાવ પર આવીનો ઊભો છે જ્યાં દરેક ન્યાય પ્રેમી, સંવેદનશીલ, જાગૃત નાગરિક કહી રહ્યો છે; બસ હવે બહુ થયું. દેશ માંગે છે બદલાવ, ગુજરાત માંગે છે બદલાવ. લોકશાહીના (Democracy) નામે સરમુખત્યારશાહી (Dictatorship) ન ચલાવવામાં આવે તેમજ વિકાસના નામે વિનાશ ન સર્જાય તો હવે ચૂપ નહીં બેસી રહેવાય.’

રાજ્યના રાજકારણમાં ફરી એક વખત પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા સક્રિય થવા જઈ રહ્યા હોય તેમ આજરોજ અમદાવાદ ખાતે તેમણે પત્રકાર પરિષદ યોજી ‘જન અભિયાન બદલે ગુજરાત’ અભિયાનની જાહેરાત કરી હતી. એનેક્ષી સર્કિટ હાઉસ ખાતે સુરેશ મહેતાએ પત્રકારો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, ‘અમે ગુજરાતના નાગરિકો વર્તમાન સમયમાં ગુજરાતને ફરી એક વખત સ્વસ્થ, સુરક્ષિત અને જ્યાં સૌનો વિકાસ સમાન રૂપે થતો હોય તેવું રાજ્ય બનાવવા પ્રતિબદ્ધ છીએ.’
તેમણે “આજનું ગુજરાત જન્મથી મૃત્યુ સુધી દુર્દશાનો સામનો કરી રહ્યું છે” તેમ કહેતા જણાવ્યું હતું કે, ગુજરાતનું ભવિષ્ય (બાળકો) કુપોષિત અને કમજોર જન્મી રહ્યું છે. પાંચ વર્ષથી ઓછી વયના બાળકોના કુપોષણમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. જ્યારે પ્રાથમિક શિક્ષણનું સ્તર અને બંધ થતી સરકારી શાળાઓ તેમજ એક જ શિક્ષકથી ચાલતી પુરતા ઓરડા વગરની સરકારી શાળાઓનો અર્થ થઈ રહ્યો છે રાજ્ય સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરી શિક્ષણની જવાબદારી પોતાના પાસે રાખવા માગતી નથી ! તેણે ઉમેર્યું હતું કે, એક તરફ મોંઘુદાટ શિક્ષણ મેળવી વિદ્યાર્થીઓ ડીગ્રી મેળવે છે ત્યારે બીજી તરફ ભ્રષ્ટાચાર કરી બોગસ ડીગ્રીના કૌભાંડ ચાલી રહ્યા છે. વળી બેરોજગારીના દરના કારણે રાજ્યના યુવાનો ડ્રગના રવાડે ચઢી રહ્યા છે. પરંતુ રાજ્યમાં પકડાયેલા 5 હજાર કરોડના ડ્રગનો નાશ કરી સરકાર ઉપલ્બધી ગણાવી ઉત્સવ મનાવી રહી છે.
મહેતાએ જણાવ્યું હતું કે, ‘મેરા દેશ મેરી માટી’ જેવા સરકારના પ્રચાર અભિયાનો ચોલી રહ્યા છે પણ વિદેશમાં જતા યુવાનોને સ્થાયી કરી દેશમાં રોકી શકતી નથી. રાજ્યમાં સરકાર વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો કરી રહી છે પણ યુવાનો અભ્યાસાર્થે વિદેશમાં જવા મજબૂર બની રહ્યા છે.
સાથે જ સુરેશ મહેતાએ ઉમેર્યું હતું કે રાજ્યમાં ખેડૂતોની સ્થિતી પણ ખરાબ છે, નર્મદાના પાણીને ગુજરાતની જીવાદોરી બનાવવાની હતી પણ હાલ તે રાજકીય હીતો અને પોતાના આર્થિક હિતોની જીવાદોરી બની ગઈ છે. ખેડૂતોને પાક વિમાના પૈસા પુરતા ચૂકવાયા નથી. જ્યારે માલધારીઓના ગૌચર કોણ ખાઇ ગયું તે સવાલ પણ વિકરાળ છે. તદઉપરાંત દલિત, આદિવાસી અને વિચરતી વિમુક્ત જાતિઓ પણ પીડા ભોગવી રહી છે.
આમ ભ્રષ્ટાચાર, બેરોજગારી, શિક્ષણ અને ધર્મના નામે ચાલતા રાજકારણને પગલે લોકશાહીની ઈમારત નબળી થઈ રહી હોવાનું સુરેશ મહેતાએ જણાવ્યું હતું. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે આ બધા પ્રશ્નોની વિચારણા કરવા માટે 17 ઓગસ્ટના રોજ રાજ્યા વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓનું સંમેલન અમદાવાદ ખાતે યોજવામાં આવશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








