Friday, May 1, 2026
HomeGujaratમાંડવીના ત્રગડી ગામની સીમમાં અશ્વ હરીફાઈ દરમિયાન ઘોડો વીજળીના થાંભલા સાથે ટકરાતા...

માંડવીના ત્રગડી ગામની સીમમાં અશ્વ હરીફાઈ દરમિયાન ઘોડો વીજળીના થાંભલા સાથે ટકરાતા યુવકનું કરુણ મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. માંડવી: માંડવી તાલુકાના ત્રગડી ગામમાં રવિવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગામમાં એક અશ્વ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેસમાં એક ઘોડેસવાર યુવક પોતાના ઘોડા પર રેસમાં આગળ વધી રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં ધૂળની ડમરીના કારણે ઘોડો રસ્તો ભટકી ગયો અને રસ્તાની પાસે રહેલા વીજળીના થાંભલા સાથે ટકરાયો હતો. જેના કારણે ઘોડેસવાર રાજદીપસિંહ જાડેજા નામનો યુવક રસ્તા પર પટકાયો હતો અને તેના માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેના કારણે યુવકનું મૃત્યુ થયું હતું.



મળતી માહિતી મુજબ માંડવીના ત્રગડી અને ગુંદિયાળી ગામની સીમમાં રવિવારે એક અશ્વ હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈ દરમિયાન એક યુવકનું અકસ્માતમાં અણધાર્યું મૃત્યુ નિપજતા આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ હરીફાઈમાં ભાગ લેવા માટે આસપાસના વિસ્તારના યુવાનો આવ્યા હતા. હરીફાઈ દરમિયાન જ્યારે ઘોડા પુરપાટ દોડી રહ્યા હતા તે દરમિયાન રાજદીપસિંહ જાડેજા નામના યુવકનો ઘોડો રસ્તામાં ઊડતી ધૂળની ડમરીના કારણે રસ્તો ભૂલી ગયો હતો અને રસ્તાની પાસે આવેલા વીજળીના થાંભલા સાથે ટકરાતા યુવક નીચે પડી ગયો અને તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.



આ ઘટનાથી હરીફાઈમાં ભાગ લેવા આવેલા અને નિહાળવા આવેલા લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.


- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular