નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં આર્થિક રીતે નબળા લોકોના ક્વાર્ટર અપાવવાના નામે છેતરપિંડીનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં આરોપીએ રાજકોટ મહાનગરપાલિકાના(Rajkot Municipal Corporation) પ્રધાનમંત્રી આવાસ યોજનામાં (PM Housing Scheme) મકાન અપાવી દેવાનું કહી છેતરપિંડી(Cheating) આચરી હતી. આ મામલે સંડોવાયેલા આરોપીને ગતરોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપી અમિત ચૌહાણ પાસેથી રાજકોટ મહાનગરપાલિકાના(RMC) બોગસ રબ્બર સ્ટેમ્પ (Bogus Stamp) પણ મળી આવ્યા હતા.

ઘટનાની વિગત એવી છે કે, ગત તારીખ 24 જાન્યુઆરીના રોજ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રવિશંકર ગૌતમ ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા. ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓને આર્થિક રીતે પછાત વર્ગના લોકોને મળતા ક્વાર્ટર મેળવવું હતું. દરમિયાન તેમની મુલાકાત શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા અમિત ભાવસીંગભાઈ ચૌહાણ સાથે થઈ હતી. મુલાકાત બાદ અમિતે ફરિયાદીને ક્વાર્ટર અપાવી દેવા માટેનો વિશ્વાસ આપ્યો હતો અને તે પેટે તેણે ટુકડે ટુકડે રૂપિયા 90 હજાર લઈ લીધા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીને રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેમ્પ વાળી પૈસા સ્વિકાર્યાની પહોંચ પણ આપી હતી. પરંતુ ફરિયાદી જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં તપાસ કરવા ગયા ત્યારે તેમને ખ્યાલ પડ્યો હતો કે તેમને મળેલી પહોંચ બનાવટી છે.
ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા મામલાની જાણ થતા જ આરોપી વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 406, 420, 465, 468, 471, 472 અને 474 મુજબ ગુનો નોંધી તેની શોધખોળ આદરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળતા ગતરોજ બુધવારે પોલીસે આરોપી અમિત ચૌહાણને ઝડપી લઈ ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અમિત પાસેથી રાજકોટ મહાનગરપાલિકાનો નકલી રબ્બર સ્ટેમ્પ અને આવાસ યોજનાના એક જ સીરીઝના ત્રણ ફોર્મ પણ મળી આવતા તે મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796