નવજીવન. મુંબઈઃ Mumbai International Airport Fire: મુંબઈ એરપોર્ટ પર આજે બપોરે 11 વાગ્યાના અરસામાં એક મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ છે. અહીં યાત્રિકોથી ભરેલા વિમાનને પુશબેક આપનારા ટ્રેક્ટરમાં આગ લાગી ગઈ હતી. આગ લાગ્યા પછી એરપોર્ટ અધિકારીઓ વચ્ચે અફરાતફરી મછી ઘઈ હતી. જોકે રાહતના સમાચાર એ છે કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયા કે મૃત્યુ પામ્યાના અહેવાલ મળ્યા નથી. તાજી જાણકારી પ્રમાણે મુસાફરો સુરક્ષીત હોવાનું કહેવાયું છે. એર ઈન્ડિયાની આ ફ્લાઈટ મુંબઈથી જામનગર આવી રહી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર સોમવારે મુંબઈ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ જામનગર આવી રહી હતી. આ ઘટના V26R સ્ટેન્ડ પાસે બની જ્યાં પ્લેનને પુશબેક આપનાર વાહનમાં આગ લાગી ગઈ હતી. જોકે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી પરંતુ આગ લાગવાના તુરંત જ તેના પર કાબુ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. કહેવાઈ રહ્યું છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ AIC-647 મુંબઈ જામનગરને પુશબેક આપનાર વાહનમાં અચાનક આગ લાગી ગઈ હતી ત્યારે તે વિમાનમાં અંદાજે 85 લોકો સવાર હતા. જોકે આ ઘટનામાં ફ્લાઈટને પણ નુકસાન થયું નથી. તે પછી વિમાને 12.04 વાગ્યે ટેકઓફ કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર વિમાનને પુશબેક કરનાર વાહન ટ્રેક્ટર હોય છે. અહીં પણ ટ્રેક્ટર લાવવામાં આવ્યું હતું. ટ્રેક્ટર વિમાનથી ઘણું નજીક ઊભું હતું ત્યારે જ આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ આગ લાગતા જ દરેકના જીવ અધ્ધર થઈ ગયા હતા.
— Urvish patel (@reporterurvish) January 10, 2022
![]() |
![]() |
![]() |











