Thursday, April 23, 2026
HomeGujaratગાંધીજયંતિના દિવસે આયુર્વેદિક કપ થેરાપી કડીમાં યોજાયી

ગાંધીજયંતિના દિવસે આયુર્વેદિક કપ થેરાપી કડીમાં યોજાયી

- Advertisement -

તોફીક ઘાંચી (નવજીવન ન્યુઝ, મહેસાણા): આજે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. આજના દિને સમગ્ર દેશ અને રાજ્યમાં વિવિધ સામાજીક અને લોકસેવાના કાર્યકમો યોજાતા હોય છે. ત્યારે આજે આવો જ એક કાર્યક્રમ મહેસાણા જિલ્લાના કડીમાં પણ લોકસેવા અર્થે યોજાયો હતો. જેમાં આયુર્વેદિક થેરાપી કરવામાં આવી હતી.

કપ થેરાપી જેને હીઝામાંના નામથી પણ ઓળખવામાં આવે છે. જેમાં શરીરમાં રહેલા અશુદ્ધ લોહી એક કપ લગાવી બહાર નિકાળી લેવામાં આવે છે. આ થેરાપીના તજાજ્ઞ હકીમ આદિલ સાથે વાત કરતા તેઓએ નવજીવન ન્યૂઝને જણાવ્યું કે કપ થેરાપી એક આયુર્વેદિક છે. જેના થકી માણસના શરીરમાં રહેલા અશુદ્ધ લોહીને 10 મિનિટ કપ વેક્યુમ લગાવી ત્યારબાદ તે ભાગમાં ચામડી પર એક બ્લેડનો કટ લગાવી અંદાજિત 20 મિનિટ સુધી તે અવસ્થામાં રાખવામાં આવે છે, જે તે ભાગમાં રાખેલા કપમાં અશુદ્ધ લોહી એકઠું થાય છે. જેમાં બીમારીઓ ઉદભવી શકે તેવું ખરાબ લોહી બહાર નીકળી જાય છે અને માણસ ભવિષ્યમાં ઉદભવી શકે તેવી બીમારીઓમાંથી મુક્તિ મેળવે છે.

- Advertisement -

અલ મદની ટ્રસ્ટના સભ્ય પઠાણ દિલાવર (ઉ.41) જેઓ સીરામીક ફેક્ટરીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું કે, 3 વર્ષ અગાઉ ચામડીના રોગની તકલીફ ઉભી થયેલી હતી, જેની સારવાર માટે અનેક ડોક્ટર પાસે દવા કરાવી અને ખુબજ ખર્ચો કર્યો તેમ છતાં કોઈ જ ફરક પડ્યો નહિ, જેથી તેમના એક જાણકાર મિત્ર મુનાફએ આ આયુર્વેદિક ઉપચાર કપ થેરાપીનું જણાવી તેમની બાલાસિનોર પાસે આવેલા ક્લિનિકમાં ઉપચાર માટે લઇ ગયેલા, આ કપ થેરાપીની સારવાર કરાવતા તેમને 1 મહિનાની અંદર ચામડીના રોગનું નિરાકણ આવ્યું હતું. તેમને ચામડીના રોગથી મુક્ત થતાં આવી તકલીફથી પીડાતા લોકોને મદદરૂપ બનવા માટેનું મનોમન નક્કી કર્યું હતું. જેથી અવાર-નવાર આવા કાર્યકમ આયોજીત કરીને લોક જાગૃતિ ફેલાવા અને લોકોને મદદરૂપ બનવા અલ મદની ટ્રસ્ટની સ્થપના કરી.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઉપચાર આયુર્વેદિક છે જે કોઈપણ પ્રકારે હાનિકારક નથી. આ થેરાપી 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો, સ્ત્રી, પુરુષ, વૃદ્ધ ઉપચાર કરાવી શકે છે. આજના દિવસે યોજાયેલો કાર્યકમ અલ-મદની એજ્યુકેશન & વેલ્ફેર ટ્રસ્ટ કડી વતી આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં કપ દીઠ નોમિનલ 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. સદર કાર્યકમમાં બહોળી સંખ્યામાં સ્ત્રી, પુરુષ હિસ્સો લીધો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular