Sunday, November 8, 2026
HomeGeneral24 કલાકમાં પાછા આવો, કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધન છોડવાનું વિચારીશું: સંજય...

24 કલાકમાં પાછા આવો, કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધન છોડવાનું વિચારીશું: સંજય રાઉતનું બળવાખોર જૂથને આશ્વાસન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈ: મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ રાજ્યમાં સર્જાયેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે પાર્ટીને તમામ બળવાખોર ધારાસભ્યોને પરત ફરવાની અપીલ કરી છે. શિવસેનાના બે બળવાખોર ધારાસભ્યો પરત ફર્યા બાદ સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો 24 કલાકમાં પાછા ફરે. અમે મહાવિકાસ અઘાડીમાંથી બહાર આવવાનું વિચારીશું.



સંજય રાઉતે કહ્યું, “આ લોકો (ટીમ શિંદે)માં મુંબઈ આવવાની હિંમત નથી. તેઓએ અહીં આવીને જે કહેવું હોય તે કહેવું જોઈએ. અહીં આવો અને પત્રવ્યવહાર કરો. પરંતુ આ બધા લોકો ગુવાહાટીમાં બેસીને વાત કરી રહ્યા છે. જો તમારામાં હિંમત છે તો મુંબઈ પાછા આવો. તમારી વાત ઉદ્ધવ ઠાકરે સામે મૂકો. મને ખાતરી છે કે તમારી વાત સાંભળવામાં આવશે. 24 કલાકમાં પાછા આવો. MVAમાંથી બહાર નીકળવાનું વિચારીશું.”

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, તેમણે કહ્યું, “ટીમ શિંદેના 21 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. અમારા ધારાસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે.” અહીં પાછા ફરેલા શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખે કહ્યું કે, “સુરતમાં ઘણી પોલીસ સુરક્ષા હતી. મને બળજબરીથી સુરત લઈ જવામાં આવ્યો હતો. તે જ સમયે કૈલાશ પાટીલે કહ્યું કે, “મને સુરતમાં કેદ રાખવામાં આવ્યો હતો. એક કિલોમીટર દોડીને ચુંગાલમાંથી ભાગી છૂટ્યો હતો. ઘણા ધારાસભ્યો મજબૂરીના કારણે મુંબઈ પરત ફરી શક્યા નથી.



અહીં, સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં મુખ્યમંત્રી આવાસ વર્ષા પરત ફરશે. ફ્લોર ટેસ્ટ થશે તો અમે જીતીશું કારણ કે અમારા ધારાસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે. અમે વર્તમાન સરકારમાંથી બહાર નીકળવા તૈયાર છીએ. પણ તામારી જે માંગણી છે તે મુંબઈ આવો અને કહો કે તમે સાચા શિવસૈનિક છો તો મુંબઈ પાછા ફરો.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular