Sunday, November 8, 2026
HomeGeneralઅમદાવાદની રથયાત્રામાં 25 હજાર પોલીસ તૈનાત રહેશે, વાતાવરણ ડોહળાવા અંગે IBએ શું...

અમદાવાદની રથયાત્રામાં 25 હજાર પોલીસ તૈનાત રહેશે, વાતાવરણ ડોહળાવા અંગે IBએ શું આપ્યો રિપોર્ટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. જેના ભાગ રૂપે અમદાવાદ પોલીસ અને રાજ્ય ગૃહમંત્રીની સુરક્ષા સમીક્ષા અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં બઠક યોજાઈ હતી. જેમાં રથયાત્રાના રૂટના તમામ ઝોનના DCP, શહેર પોલીસ કમિશ્નર, ક્રાઈમબ્રાન્ચના અધિકારીઓ હાજર રહ્યા હતા. અંદાજીત 2 કલાક સુધી સુરક્ષા અંગેની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ગૃહ મંત્રી હર્ષ સઘવી જગન્નાથ મંદિર થઈને સમગ્ર રુટ પર નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા.



ભગવાન જગન્નાથની રથયાત્રા અંગેની સુરક્ષા સમીક્ષા બેઠક બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રથયાત્રામાં 25,000થી વધારે પોલીસ તૈનાતમાં રહેશે. જેમાં 8 DG/IG, 30 SP, ACP, SRP અને CRPF ની 68 કંપનીનો સમાવેશ થાય છે. આગામી 28 તારીખથી તમામ પોલીસ રથયાત્રાની તૈયારીમાં લાગી જશે. અમદાવાદ પોલીસ દ્વારા ખુબ ઝીણવટ પુર્વક રથયાત્રા સંપુર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે ક્રાઈમ બ્રાન્ચ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અને જરૂરી સૂચના આપી. જ્યારે 2500 હજારથી પોલીસના જવાનો સુરતક્ષામાં તૈનાત હોય ત્યારે તેમની જમવાની વ્યવસ્થા સારી રીતે થાય.

આ યોજાવનારી વર્ષે રથયાત્રામાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે. જેમાં બોડી ઓન કેમેરા, ડ્રોન, ફેસ ડિટેક્શન કેમેરા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની લાઈવ ફિડ કંટ્રોલ રૂમમાં જશે. અલગ-અલગ જગ્યા પર ફેસ ડિટેકશન કેમેરા લગાવવામાં આવ્યા છે. જો કોઈ ગુનેગારો રૂટ પરથી પસાર થશે તો ફેસ ડિટેકશન માધ્યમથી તેની જાણકારી કંટ્રોલ રૂમમાં મળી જશે. ઉપરાંત રૂટ પર આવતા ઘરના ધાબા પર બાયનોક્યુલર સાથે પણ પોલીસ તૈનાત રહેશે. જો કે રથયાત્રાની સુરક્ષા બાબતે આઈબી તરફથી હજુ સુધી કોઈ એલર્ટ મળ્યું નથી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular