નવજીવન ન્યૂઝ. મુંબઈ: મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીની સરકાર પડી જવા છતાં શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતનું વલણ બદલાયું નથી. આજે ફરી એકવાર તેઓ મીડિયાની સામે આવ્યા અને બાલાસાહેબ ઠાકરેને ટાંકીને ફરી એકવાર સત્તામાં આવવાની વાત કરી છે. રાઉતે કહ્યું કે શિવસેનાનો જન્મ સત્તા માટે નથી થયો, સત્તાનો જન્મ શિવસેના માટે થયો છે. આ હંમેશા બાલાસાહેબ ઠાકરેનો મંત્ર રહ્યો છે. અમે કામ કરીશું અને ફરી એક વાર પોતાના દમ પર સત્તામાં આવીશું.
સંજય રાઉતે કહ્યું કે, “પાર્ટીના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે રાત્રે રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટમાંથી જે પ્રકારનો ચુકાદો આવ્યો તે પછી તેમના માટે આ પદ પર ચાલુ રહેવું યોગ્ય નથી. તેઓ ખૂબ જ નૈતિક નેતા છે.” રાઉતે કહ્યું કે, “ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં 2.5 વર્ષ સુધી સરકાર ચાલી હતી.” ઉદ્ધવ ઠાકરેએ રાજીનામુ આપતા પહેલા જણાવ્યુ હતું કે, “આપણા જ લોકોએ મને દગો આપ્યો છે, તેથી હવે હું આ સરકાર ચલાવી શકતો નથી.”
સંજય રાઉતે કહ્યું કે, “ગઈ કાલે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે અમે ભાવુક થઈ ગયા. દરેકને ઉદ્ધવ ઠાકરેમાં વિશ્વાસ છે. તમામ જાતિ અને ધર્મના લોકો તેમને સમર્થન આપે છે. સોનિયા ગાંધી અને શરદ પવારને તેમનામાં વિશ્વાસ છે.” મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, “હું આવતીકાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ જઈ રહ્યો છું.” EDએ રાઉતને બીજું સમન્સ મોકલ્યું હતું, જેમાં તેમને પત્રચાલ જમીન કૌભાંડના સંબંધમાં 1 જુલાઈએ હાજર થવા જણાવ્યું હતું.
नेमके हेच घडले! pic.twitter.com/nNkBXNAzB3
— Sanjay Raut (@rautsanjay61) June 30, 2022
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદેથી ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ તેમના નજીકના અને શિવસેનાના નેતા સંજય રાઉતે એક ટ્વિટ કર્યું છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે એક સ્કેચ ટ્વીટ કર્યો છે. જેની સાથે એવું લખવામાં આવ્યું હતું કે, ખરેખર આવું થયું છે. સંજય રાઉતે ટ્વિટ કરેલા સ્કેચમાં એક વ્યક્તિની પીઠ પર ઈજાના નિશાન છે. આ ટ્વિટ દ્વારા સંજય રાઉતે પાર્ટીના બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











