નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં યુવાનો હવે ડ્રગ્સના રવાડે ચઢી ગયા છે, અમદાવાદનાં કેટલાક કહેવાતા પોશ વિસ્તારોમાં ડ્રગ્સનું વેચાણ મોટા પ્રમાણમા થાય છે. અમદાવાદ પોલીસ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ વેચતા લોકોની ધરપકડ મોટા પ્રમાણમા કરવામાં આવી રહી છે. નવેમ્બર 2021માં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ડ્રગ્સ કેસમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેની તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ અમેરિકાથી ડ્રગ્સ મગાવતાં હતા, ત્યાર બાદ હવે આ કેસમાં અમેરિકી તપાસ એજન્સી FBIને પણ જોડવામાં આવી છે.
ગત નવેમ્બર 2021માં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડાર્ક વેબ દ્વારા અમેરિકા જેવા દેશોમાંથી ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ મગાવતા વંદિત પટેલના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વંદિત પટેલ સહિત કુલ 8 આરોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે 200 જેટલા અલગ અલગ ડ્રગ્સના પેકેટ કબ્જે કર્યા હતા. આ પેકેટ્સમાં એમ.ડી, કોકેઇન, ચરસ અને ગાંજા સહિત અન્ય ડ્રગ્સ હતા.
આરોપીઓ પાસેથી તેમના મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ કબજે કર્યા પછી FSL માટે મોકલ્યા હતા, જેમાં આરોપીઓએ મોટા ભાગે અમેરિકા સ્થિત 100 જેટલા ડ્રગ્સ પેડલર પાસેથી ડ્રગ્સ મગાવ્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા દિલ્હી NCBને વચ્ચે રાખીને આ તમામ ડ્રગ ડીલર્સની માહિતી અમેરિકી તપાસ એજન્સી FBIને મોકલી આપી છે. હવે આગામી સમયમાં FBI આરોપીઓ પાસેથી મળેલી માહિની ચકાસણી કરશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











