Friday, April 24, 2026
HomeGeneralBIG BREAKING : લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન

BIG BREAKING : લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: લતા મંગેશકરનું આજે વહેલી સવારે નિધન થયું છે. તેમને 8 જાન્યુઆરીથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના પોઝિટવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજ સવારથી જ રાજકીય પક્ષના નેતાઓ અને બોલીવુડના અનેક કલાકારો તેમને શ્રદ્ધાંજલી આપવા હોસ્પિટલ પહોંચ્યા હતા.



લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ એક મધ્યમ વર્ગના મરાઠી પરિવારમાં થયો હતો. મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં જન્મેલી લતા પંડિત દીનાનાથ મંગેશકરની મોટી પુત્રી હતી. તેનું પહેલું નામ ‘હેમા’ હતું, પરંતુ જન્મના પાંચ વર્ષ પછી તેના માતા-પિતાએ તેનું નામ ‘લતા’ રાખ્યું હતું. લતા તેના તમામ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. મીના, આશા, ઉષા અને હૃદયનાથ તેમના કરતા નાના હતા. તેમના પિતા થિયેટર કલાકાર અને ગાયક હતા અને તેઓ એક જાણીતું નામ હતું.

લતા મંગેશકર સાત વર્ષની હતી ત્યારે મહારાષ્ટ્ર આવી હતી. તેણે પાંચ વર્ષની ઉંમરે પિતા સાથે થિયેટર આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. લતા બાળપણથી જ ગાયિકા બનવા માંગતી હતી. લતાના પિતા શાસ્ત્રીય સંગીતના ખૂબ જ શોખીન હતા. તેથી જ તેઓ લતાજીને ફિલ્મોમાં ગાવાની વિરુદ્ધ હતા. 1942 માં તેમના પિતાનું અવસાન થયું. આ પછી તેમના પરિવારની આર્થિક સ્થિતિ બગડી અને પરિવાર ચલાવવા માટે લતાએ મરાઠી અને હિન્દી ફિલ્મોમાં નાની-નાની ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું.
લતા મંગેશકરને પહેલીવાર સ્ટેજ પર ગાવા માટે 25 રૂપિયા મળ્યા હતા. તે તેને પોતાની પ્રથમ કમાણી માને છે. લતાએ પહેલીવાર 1942માં મરાઠી ફિલ્મ ‘કીટી હસલ’ માટે ગીત ગાયું હતું. લતા મંગેશકરનું સમગ્ર જીવન તેમના પરિવારને સમર્પિત હતું. ઘરના તમામ સભ્યોની જવાબદારી તેના માથે હતી, તેથી જ્યારે લગ્નનો વિચાર આવ્યો ત્યારે પણ તે અમલ કરી શકી નહીં. લતા મંગેશકરને 2001માં સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular